________________
પથ
જોખમ ચાહ્યું છે? લાકડાના પગ ઉપર એવી રીતે ઊભો હતો કે જાણે કડિયાની પાલખ જ હોય. તેણે પણ પોતાને ટોપો ગ્રિગોરની દાઢી નીચે ધરી કંઈક જુદી જ ભાષામાં કહ્યું, “સેનોર કેબેલેરો, પારા કૉપ્રાર ઉ પેદા દ પાન !” (સાહેબ, દરબાર, રોટીને ટુકડો ખરીદવા કંઈક આપો!)
- એની ભાષા પણ ન સમજાવાથી તે છાંછિયું કરી વધુ વેગે આગળ ચાલ્યો.
પરંતુ ત્રીજી વાર તેના રસ્તામાં કોઈ આવ્યું. આ વખતે એક બટકો આંધળો માણસ હતો, જેને ચહેરો દાઢીવાળા કોઈ યહૂદીના ચહેરાને મળતો આવતે હતો. તે પોતાના હાથમાંની લાકડીને આસપાસ વીંઝતો એક જંગી કૂતરા સાથે પોતાનો રસ્તો કાપતો જતો હતો. ગ્રિગોરને પાસે થઈ જતો જાણી તે હંગેરિયન ઉચ્ચારમાં કશુંક બોલ્યો: “ફેસિટોટ ઍરિરેટમ!' (દાન કરો! )
વાહ! ખ્રિસ્તી ભાષામાં બોલે એવો આ કોઈ મળ્યો ખરો ! ખરેખર, મારા દેખાવમાં કોઈ અદ્ ભુત દાનેશરીપણું પ્રગટતું હોવું જોઈએ જેથી અંધારામાં અને આંધળા પણ ઝટ મારી પાસે દાન જ માગી બેસે છે! આમ ગગણી ગ્રિગોરે તેને સિસેરોની ભાષામાં જવાબ આપ્યો,
બૅન્ડિડિ હેબ્દોમેડ નુપર ટ્રાન્ઝિટા ભીમ અલ્ટિમમ કેમિસમ.” (મારું છેલ્લું ખમીસ વેચી નાખે મને એક અઠવાડિયું થઈ ગયું!)
આટલું કહી તે ઝડપભેર આગળ ચાલ્યો. પરંતુ એની સાથે જ પેલા આંધળાએ પણ પોતાની ઝડપ વધારી, અને વધારે નવાઈની વાત તે એ કે, પેલો ઘડીવાળો અપંગ અને પેલું પ્યાલા જેવું ઠૂંઠું પણ ઝટપટ તેની લગોલગ જ આવી પહોચ્યાં !
તે ત્રણે જણા હવે બિચારા ગ્રિગોરની પાછળ પાછળ જ તેમના જુદા જુદા અવાજો કાઢતા, તેને ઘેરી વળવા માગતા હોય તેમ દોડવા ગ્યા. બૉરિટેટમ!” “લા બ્લાનું મંશિયા!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org