________________
ધર્માધ્યક્ષ આ શું?શેરીઓ ઉપર શેરીએ અને આડ-રસ્તા ઉપર આડ-રસ્તા આગળ આવતા જ ગયા; અને કેમેય પેલા ગદેલાવાળી શેરી કે ખૂણો દેખાયાં જ નહિ! પછી તો ચાર રસ્તા – ત્રણ રસ્તા ભેગા થતા હોય એવાં જ સ્થાનો એટલાં બધાં આવવા લાગ્યાં કે, પોતે કયા રસ્તામાંથી આવ્યો હશે, એ જ નક્કી કરવું અશક્ય થઈ ગયું. અકળાઈને આ પરિસ્થિતિને ગાળો ભાંડતો તે અંદાજે આગળ વધવા લાગ્યો, એટલામાં એક લાંબી સાંકડી ગલીને છેડે લાલ અજવાળા જેવું કશુંક દેખાતાં, તેને હૈયાધારણ આવી; પેલું ગદેલું જ ત્યાં જરૂર સળગતું હોવું જોઈએ!
પણ એ શેરીમાં આગળ વધતાં તેને લાગ્યું કે તે પોતે કંઈક ઢાળ ઊતરી રહ્યો છે, તથા એ શેરી ખાલી કે નિર્જન પણ નથી. અહીંતહીં એ રસ્તા ઉપર સરકતા વિચિત્ર આકારો પણ અંધારામાં તેને દેખાવા લાગ્યા. એ આકારોય શેરીને છેડે દેખાતા પેલા અજવાળા તરફ જ આગળ વધી રહ્યા હતા.
ખાલી ખિસ્સાં માણસમાં કોઈ અનોખી હિંમત પૂરે છે. થિંગોર એ સરકતા આકારની પરવા કર્યા વિના આગળ વધતો જ ગયો અને બીજાએની પાછળ પાછળ નિરાંતે આગળ સરકતા એક પોટલા જેવા આકાર પાસે આવી પહોંચ્યો. પાસે જઈને જોયું તો તે એક કંગાળ અપંગ માણસ હતે – તેને બે હાથ સિવાય બીજું કશું ન હતું; પેટની નીચે કૂલા આગળના ભાગથી જ તેનું શરીર પૂરું થતું હતું. હાથ નીચેનો એ આખે ભાગ એક મોટા પવાલા જેવો જ દેખાતે હતો. ગ્રિગોર પાસે આવતાં જ પેલાએ અવાજ કર્યો :
લા બ્લાના મંશિયા,! લા બ્લાના મંશિયા!” (દાન-પુણ્ય કરો " દાન-પુણ્ય કરો! મહેરબાન.)
ગ્રિગોરે ગાળ ભાંડી : “તું શું કહે છે તે મને સમજાતું હોય તો તું મરે ને સાથે હું પણ !” તે પછી તે આગળ ચાલ્યો. તરત જ બીજો એક આકાર તેની અડફટમાં આવ્યો. તેને હાથપગ જેવું કશું જ ન હોઈ, તે લાકડાની ઘડી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org