________________
જોખમ ચાલુ છે ! લીધું અને તેને દેવળના ભંડારમાં પધરાવ્યું. છેક ૧૭૮૯ ના વર્ષ સુધી છે ગદેલાને એ શેરીના ખૂણા ઉપરની મૈરી માતાએ બતાવેલા પરચા હીકે ભાવિક ભક્તોને બતાવી, ખાસી આવક કરવામાં આવતી. કારણ
૧૪૮૨ની છઠ્ઠી અને સાતમી જાન્યુઆરી વચ્ચેની રાતે જ્યારે યુસ્ટાશ મુબો મરી ગયો, ત્યારે તેનો જીવ એ ગલામાં ભરાઈ ગયો હતો, પણ મેરી માતાની સમક્ષ છોકરાં એ ગધેલું ખેંચી લાવ્યાં તેની સાથે જ તેમના પ્રભાવથી તેના જીવને એ ગદેલામાંથી છુટકારો થયો હતો.
ગિંગેરે ગહેલા નીચેથી નીકળીને આડુંઅવળું જોયા વિના અંધારામાં જ જ્યાં રસ્તો દેખાય ત્યાં દોડવા માડયું; છેવટે જ્યારે દોડવાથી અને શ્વાસ ભરાઈ આવવાથી તે થાક્યો, ત્યારે તેને અચાનક વિચાર આવ્યો કે, પોતે નાહકને જ આટલું બધું દોડી મર્યો! કારણ છે તે પોતે બીને ઉત્તર તરફ દોડવા લાગ્યો હતો, તે જ વખતે પેલાં ઝાકાં ભૂત! ભૂત !' એવી બૂમો પાડતાં દક્ષિણ તરફ ભાગ્યાં હતાં.
એટલે, હવે તેને પોતે કરેલી ભૂલ સુધારી લેવાનો, તથા ત્યાં પાછા જઈ, એ ગધેલા ઉપર જ મજામાં સૂઈ જવાનો વિચાર આવ્યો. કિરણ કે, પોતે વર્જિન માતા મૅરીના અનુસંધાનમાં જે નાટક લખ્યું હિનું – ભલે તે પૂર કોઈએ ન સાંભળ્યું, પણ મૅરી માતા તો તેના અતરનાં ભાવભક્તિ સમજી શકે ને? – એટલે પ્રસન્ન થઈ મૅરી માતાએ IT તેને માટે આ તૈયાર પથારી મોકલી આપી હતી, એમ કેમ ન માનવું?
અને પોતે માને છે તેમ છોકરાએ જો નાસી નહિ ગયા હોય, શિવા નાસી જઈને થોડી વાર પછી પોતાની પેઠે જ ભૂલ સુધારી પાછા ફર્યા હશે, તે તેઓએ એ ગદેલાની હોળી કરી જ હશે; તે - ત્યાં આગળ જઈ નિરાંતે તપાશે અને ભીનાં થયેલાં કપડાં સૂકવી વાશે.
એટલે ગ્રિગોરે પાછાં પગલાં કર્યા અને જે દિશામાંથી પોતે ત્રિી આવ્યો હતો તે દિશામાં મોં ફેરવીને ચાલવા માંડયું. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org