________________
૪૮
ધર્માધ્યક્ષ ખુલ્લા બારણામાંથી નીકળતા પ્રકાશમાં ચિંગર આવ્યો, ત્યારે પેલી. તેને પગથી માથા સુધી નિહાળી લેવા ખાસ થંભી. તેને જોઈ લીધા બાદ તેણે પોતાનો નીચલો હોઠ લંબાવી તેને જાણીને ચાળો કર્યો. એ શાળામાં જે અવજ્ઞા અને તુચ્છકાર વ્યક્ત થયાં, તે ગ્રિગોર. સમજી ગયો. પરિણામે, રિંગર, નીચી મૂંડીએ, પોતાની ચાલવાની ઝડપ ઓછી કરી, તેને અને પોતાની વચ્ચે વધારે અંતરને ફાસલો ઊભો કરવા લાગ્યો.
એક શેરીને વળાંક એવો આવ્યો કે, થોડો વખત તે એને દેખાતી જ બંધ થઈ ગઈ. શિંગોરે પોતાની ઝડપ વધારી, જેથી પેલી બીજી કોઈ આડગલીમાં અલોપ ન થઈ જાય. અચાનક તેણે એક તીણી ચીસ સાંભળી.
આખી શેરી ગાઢ અંધકારમાં ડૂબેલી હતી. પણ શેરીને એક ખૂણે માતા મૅરીની મૂર્તિ આગળ પાંજરામાં તેલની દીવેટ બળતી હતી તેના અજવાળામાં શૃિંગેરે જોયું, તો પેલી જિપ્સી-કન્ય બે જણના હાથમાંથી છૂટવા છતપતાટ કરતી હતી, અને પેલાઓ તેનું મોં દાબી તેના અવાજને રૂંધવા પ્રયત્ન કરતા હતા. પેલી બકરી બિચારી માથું નીચું નમાવી પોતાનાં શીંગડાં આગળ કરી, બેં બેં કરતી હતી.
ચોકીદાર ધાજો!” શિંગોરે હિંમતપૂર્વક પેલાઓ તરફ ધસતાં બૂમ પાડી.
પેલા બેમાંના એકે પિતાનું મોં ગ્રિગોર તરફ ફેરવ્યું – તે કસીમૉદે હતા!
ગ્રિગોર તેને ઓળખી પાછો ન ભાગ્યો, પણ આગળ વધતય અટકી ગયો.
કસીમૉદોએ એ જિપ્સી-કન્યાને ઊંચકી લીધી હતી. તેણે પાસે આવેલા ગ્રિગોરને પોતાના ઊંધા હાથની એવી અડફેટ લગાવી કે, તે બિચારો ઊછળીને ફરસ ઉપર ચાર પાંચ ડગલાં દૂર પડ્યો. દરમ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org