________________
ધર્માધ્યક્ષ ગ્રેવેમાં મશાલના ભપકા સાથે અને બૂમબરાડાના ઘમસાણ સાથે પ્રવેશ કર્યો. ન કહેવાની જરૂર નથી કે, એ સરઘસ શરૂ થયું તે વખતે હતું તેના કરતાં કેટલાય ગણું વધી ગયું હતું.
સૌથી આગળ જિપ્સીઓ હતા – તેમને ઘોડેસવાર “ચૂક મોખરે હતે; તેના દરબારીઓ પગપાળા જ તેની લગામ અને પેંગડાં પકડી ચાલતા હતા. પાછળ જિગ્લી સ્ત્રી-પુરુષોનું ટોળું હતું, તેમને ખભે તેમનાં છોકરાં ચીસે પાડતાં હતાં. ડયૂકથી માંડીને બધા જ ચીંથરેહાલ હતા.
તેમની પાછળ ચોર-સેના હતી – અર્થાત્ ફ્રાંસના બધા ચોરો પોતપોતાની પ્રતિષ્ઠાના ક્રમ પ્રમાણે રચેલી ટુકડીઓમાં ગોઠવાયા હતા. તેઓ ચાર ચારની પંક્તિમાં ચાલતા હતા – તેમાંના કેટલાય જુદાં જુદાં અંગોએ અપંગ હતા, યાત્રાળુઓના કે સાધુના વેશમાં હતા, રક્તપિત્તિયાના રોગનાં બનાવટી ઘારાંવાળા હતા, ટૂંકમાં ગ વઘાના અને ચારવિદ્યાના જેટલા પ્રકારો હોય, તે બધાને અનુરૂપ વેશવાળા હતા. તેમના ટોળાની વચ્ચે તેમને “રાજા” બે જંગી કૂતરાઓ વડે ખેંચાતી નાની ગાડીમાં બેઠેલે હતા.
તેમની પાછળ જુગારીનું લશ્કર હતું; તેમને સરદાર” પણ પોતાના છડીદારો, દરબારીઓ, ગુમાસ્તાઓ વગેરેના પૂરા ઠાઠમાં હતો,
છેક છેવટે વકીલોના ગુમાસ્તા હતા. તેમની વચમાં મૂર્ખાઓના સંઘના “અધિકારીઓ” એક ખાટલી ઉપાડીને ચાલતા હતા, જેના ઉપર નવો ચૂંટાયેલે મૂર્ખશિરોમણિ – તેમનો પોપ કસીમૉદો, માતાજીના મંદિર નોત્રદામનો ઘંટાનવીસ – બિરાજ્યો હતો.
દરેક ટોળાનાં પોતપોતાનાં વાજિંત્રો હતાં, અને ગીતો તથ પોકારો પણ. મૂરખરાજની આસપાસ તો ગ્રિગોરના નાટક માટે બોલાવેલ સાજિદા જ હતા !
કસીમૉદો અત્યારે અનેખા ઠાઠ અને ગૌરવથી પોતાની એ સવારી નિહાળતો હતો. અત્યાર સુધી તેણે જીવનમાં હીણપત સિવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org