________________
ધર્માધ્યક્ષ ગિર ઊભો હતો ત્યાં આવી. ગ્રિગોરે વગર વિચાર્યું તેને કંઈક આપવા ખીસામાં હાથ નાખ્યો, એટલે પેલી તેની સામે થોડી વાર તેની બક્ષિસ લેવા માટે થોભી.
પણ ગિગોરને ખીસામાં હાથ નાખતાં જ ખબર પડી કે, તેમાં કશું જ ન હતું! પેલી જિપ્સી-કન્યા તે શું આપે છે તે જોવા પોતાની મોટી મોટી આંખોથી તેની સામે તાકતી રાહ જોઈ રહી. પણ ગ્રિગોરને રૂવે રૂંવે પરસેવો વળી ગયો. અત્યારે તેના ખીસામાં પેરુનું બધું એનું હોત, તો પણ તેણે તે આ કન્યાને આપી દીધું હોત. પણ હજુ અમેરિકા ખંડ શોધાયો ન હતો, અને તેના ખીસામાં પેરુનો ધનભંડાર પણ ન હતો.
પણ સદ્ભાગ્યે એક અણધાર્યો પ્રસંગ બન્યો, અને તે વધુ શરમિંદગીમાંથી બચી ગયો. - “તું અહીંથી ટળીશ, ઇજિશ્યન તિતિઘોડી?” ગ્લાસ દ ગ્રેવેન એક ખૂણામાંથી મોટો કર્કશ અવાજ આવ્યો.
પેલી જિપ્સી છોકરી ફરીથી બીનીને તે તરફ ફરી. આ અવાજ પેલા ટાલિયા માથાવાળાનો ન હતો. આ અવાજ તો એક સ્ત્રીને હતો – ધર્મઝનૂન અને નર્યા ખારથી ભરેલો. - એ છોકરી ભલે એ અવાજથી છળી ગઈ; પણ પાસે ભટકતાં છોકરાંનું ટોળું આનંદથી ચિત્કાર કરી ઊઠયું – “અલ્યા એ તો તુરચેલાંવાળી બુટ્ટી સાધુડી! અલ્યા એને ખાણામાંથી કશુંક ખાવાનું લાવીને નાખીએ !”
અને બધાં છોકરાં તે તરફ દોડી ગયાં. - ચિંગાર પેલી જિપ્સી-કન્યાના ગભરાટને લાભ લઈ, ટોળામાં અલેપ થઈ ગયો. છોકરાઓએ ખાવાની વાતની પાડેલી બૂમથી તેને યાદ આવ્યું કે પોતે પણ ભૂખ્યો જ છે. એટલે તરત તે પણ જાહેર ભોજન જે તરફ હતું તે તરફ વળ્યો. પણ ત્યાં તો બધું સફાચટ થઈ ગયું હતું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org