________________
હાસ દ ગ્રંવે
૪૬ પરંતુ લોકોના ટોળાએ ફરીથી તાળીઓ પાડી અને પેલાના બોલ એ ગડગડાટમાં ડૂબી ગયા. તરત જ પેલી કન્યાએ પ્રશ્નોત્તરી આગળ ચલાવી.
જાલી, શહેરના બંદૂકબાજોના કપ્તાન કંડલમસ* વખતે કેવી રીતે સરઘસમાં ચાલે છે?”
જાલી તરત જ પાછળના બે પગ ઉપર ઊભી થઈ ગઈ અને સાથે સાથે બે બેં કરતી કૂચકદમ કરતી પ્રેક્ષકોના આખા કૂંડાળા આગળ એવી ગંભીરતાથી ફરી વળી, કે બધા પ્રેક્ષકો એ કપ્તાનની દિંભી ભક્તિનું આ ઠાવકું અનુકરણ જોઈ ખડખડાટ હસી પડયા.
“જાલી, ધર્મ-મંડપમાં રાજગુરુ કેવી રીતે ઉપદેશ આપે છે?”
પેલી બકરી હવે કૂલા ઉપર બેસી, પોતાનો આગલો પગ એવી વિચિત્ર રીતે હલાવી હલાવીને બે બે કરવા લાગી કે, રાજગુરુની ખરાબ લૅટિન અને ખરાબ ફેંચ વાળી વાણી બાદ કરતાં, આખે ને આખો એ પોતે જ ત્યાં બેસીને ધર્મોપદેશ આપતે હોય, એ દેખાવ થઈ રહ્યો.
લોકોના ટોળાએ ગાંડાની પેઠે પોતાની બધી તાકાતથી હર્ષનાદ કર્યો. - “મહા અધર્મ ! મહા પાપ! ઘોર નાસ્તિકતા!” પેલા ટાલિયાનો મોટેથી અવાજ પાછો સંભળાયો.
પેલી જિપ્સી-કન્યા ફરીથી એ અવાજની દિશા તરફ વળી, અને પિતાનો નીચલો હોઠ ઉપરના હોઠ કરતાં આગળ કાઢી તે અવાજની દિશામાં તેણે છાસિયું કર્યું, અને પછી પોતાની તંબૂરીમાં ટોળા પાસેથી ઉઘરાણું શરૂ કર્યું.
તરત જ ચાંદીના મોટા સિક્કા, નાના સિક્કા, પેનીઓ અને ફાધિગોને જાણે તેના ઉપર વરસાદ વરસ્યો. ફરતાં ફરતાં તે કન્યા
* બીજી ફેબ્રુઆરીના, માતા મરીની શુદ્ધિને રેમન કૅથલિક તહેવાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org