________________
૩૫
એસમરાહદા પણ એટલામાં જ તેને મહેલના આંગણામાંથી બૂમબરાડા સાથે નીકળતું મૂરખરાજનું સરઘસ ભેગું થઈ ગયું. મશાલોનું અજવાળું કરવામાં આવ્યું હતું, અને પોતાના નાટકના વેઠે પકડેલા વાજિંત્રોવાળા જ આગળ વાજાં વગાડતા હતા.
એ દૃશ્યથી તેનું ઘવાયેલું અંતર ફરીથી દુ:ખી ઊડ્યું, અને તે ત્યાંથી દૂર નાઠો.
એક જગ્યાએ તે વળ્યો, ત્યારે ત્યાં છોકરાઓ દારૂખાનાના ભડાકા-ફડાકા લઈને દોડાદોડ કરતા હતા. ત્યાંથી પણ તે દારૂખાનાને શાપ આપતો ભાગ્યો.
બીજી જગાએ ત્રણ વાવટાઓ અને બીજી છે નાની ધજાઓ બડેલાં હતાં. આખા ભાગને મશાલોથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો, અને લોકો એ ધજાઓ ઉપર ચીતરેલાં રાજા, પાટવી, ફલૅન્ડર્સની માર્ગરેટ, ઑસ્ટ્રિયાના ડયૂક, કાર્ડિનલ બુર્બો, તેમના ભાઈ મૉોર દ બીજુ, વગેરેનાં ચિત્રો જોતાં હતાં અને ટોળે વળી પ્રશંસા કરતાં ઊભાં હતાં.
ગ્રિગોરને ચિત્રકાર જેહાં ફૉર્બોની સફળતાની ઈર્ષ્યા આવી, અને સાહિત્યકાર તરીકે પોતાની દુર્દશાનો વિચાર તેને ફરી તાજો થયો. પાસેની એક ગલી અંધારી તથા નિર્જન દેખાતી હતી, તેમાં જ તે પેસી ગયો.
ત્યાંથી આગળ પડત-આથડતો તે છેવટે નદીકિનારે જઈ પહોંચ્યો. ત્યાં હોડીવાળાની એક ઝૂંપડી દેખાતી હતી. એ મજૂર માણસની નિરાંતની અદેખાઈ કરતે તે ત્યાં ઊભે હતો, તેવામાં જ એ ઝૂંપડીમાંથી નીકળેલા એક માછીમારે બહાર નીકળી હવાઈ સળગાવી.
ગ્રિગોરના શરીરમાં થઈને પૂજારી પસાર થઈ ગઈ. ચારે તરફ આજના ગાંડપણના દિવસની ઉજવણી થતી હતી. તે એકલો જ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org