________________
ધર્માધ્યક્ષ તમે સૌ જાઓ જહન્નમમાં! હવે તો મને પણ કશું મહેનતાણું ચૂકવાશે, તે જ હું પણ તમને ચૂકવી શકીશ. નહિ તો બધા મારે બાલાં!”
પછી રણભૂમિ ઉપર છેક છેવટ સુધી ઝૂઝેલા સેનાપતિની જેમ ઝિંગર છેક છેલ્લો એ હૉલ છોડી ગયો.
જાન્યુઆરી માસમાં રાત વહેલી પડી જાય છે. એટલે ગ્રિગોર જ્યારે મહેલમાંથી બહાર નીકળ્યો, ત્યારે શેરી કયારની અંધારવા લાગી હતી. રાતનું આ આગમન તેને ઘણું વહાલું લાગ્યું; કારણ કે, તેને કોઈ એકાંત નિર્જન જગાએ ચાલ્યા જવું હતું, જ્યાં તે પોતાના મર્મસ્થાનમાં થયેલા ઘાની માવજત કરી શકે – વિચારરૂપી મલમ ત્યાં લગાડી શકે. અને આમેય અત્યારે હવે તેની પાસે “વિચાર” સિવાય આરામનું કે માવજતનું બીજું કશું સાધન જ શું રહ્યું હતું? જે મકાનમાં તે અત્યાર સુધી ભાડે રહેતો હતો, ત્યાં તેને છ મહિનાનું ભાડું ચડી ગર હતું; અને આજે આ નાટકમાંથી તેને કંઈક આવક થાય તેમાંથી 6 કંઈક ચૂકવીને ભાડાવાળાનો તગાદો શાંત પાડવાની તેની કલ્પના હતી
પણ પોતાના પ્રથમ નાટકને મળેલી આ નિષ્ફળતા પછી તે મકાનમાલિકની સંમુખ થવાની તો હિંમત જ ન રહી. એટલે આજ રાત પૂરતા કયાં પડી રહેવું એનો જ વિવાર તેણે કરવો રહ્યો!
વિચાર કરતાં કરતાં તેને યાદ આવ્યું કે, દર એક ગલીમાં એ પામેન્ટરી કાઉંસેલરના મકાનના બારણા આગળ, ખચ્ચર ઉપર ચડ માટે એક ઊંચો પથરો ખેડી રાખેલો હતો. ચિંગાર જ્યારે જ્યારે . થઈને પસાર થયો હતો, ત્યારે તેને એવો વિચાર આવ્યો હતો કે, કે ભિખારીને કે કવિને રાત ગાળવી હોય, તો એ પથરો ઓશિકા ત સરસ કામ લાગે તેવો હતો! આજે પણ એને એ પથરે જ આવ્ય; એટલે તે હવે એ જગાએ જવા માટે ઊપડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org