SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ R ધર્માધ્યક્ષ આ બધા ગમાર પ્રેક્ષકો સામે પેટી ભરીને દાંતિયાં કરી લેવાનું જ મન થયું; પણ પછી તેણે પાતે એકલાએ જ આખું નાટક સાંભળવાનું બીડું ઝડપ્યું! માત્ર એક જ જણનું મેમાં નાટક તરફ હતું; કારણ કે, તે માણસ ઊંઘતા હતા! પરંતુ શિંગારે તે તેની પાસે જઈ તેને આભાર માનતાં કહ્યું, – “ માંગ્યેાર, હું તમને ધન્યવાદ આપું છું કે, તમે આ બધા જંગલી ધાંધળમાં સાથ આપવાને બદલે એક બાજુ અળગા બેસી રહ્યા છે. બીજા લોકો જ્યારે કેવળ વાનરચેષ્ટાઓ જોવામાં મગ્ન છે, ત્યારે તમે સરસ્વતી દેવીનું સન્માન જાળવી રહ્યા છે, તે જોઈ તમારું નામ ભવિષ્યની પ્રજામાં અમર કરવા જેવું મને લાગે છે; તે તમારું મને કહેશે?” નામ 66 ‘મારું નામ રને શાનુ છે; હું પૅરીસના કિલ્લાનો સીલધર અમલદાર છું.” 66 તમે એકલા જ આ નાટક સાંભળી રહ્યા છે; તે તમને તે કેવું લાગ્યું?” CE “ વાહ, વાહ, બહુ મજાનું હતું.' જાડિયે મૅજિસ્ટ્રેટ અર્ધા ઊંઘમાં બાલ્યા. શિંગારને આટલી પ્રશંસાથી જ સંતોષ માનવો પડયો. કારણકે, તરત જ આખા હૉલમાં તાળીઓને ભારે ગડગડાટ અચાનક ફાટી નીકળ્યા અને સાથે સાથે આનંદના ફેફસાંફાડ પેાકારો પણ: લોકોએ અંધેરી નગરીનો ગર્દભસેન યાને મૂર્ખાઓના ‘ પોપ’ ચૂંટી કાઢયો હતા! એક એવા કદરૂપા ચહેરો પેલા બાકામાંથી બહાર આવ્યા હતા કે, પછીના કલૉપિન ઝુલેફ જેવા બાકી રહેલા ઉમેદવારોએ પેાતાની હાર એમ ને એમ જ કબૂલ કરી લીધી. ગૅલરીમાં બેઠા બેઠા કૉપનાલ પાતે પણ તાળીઓ પાડવા લાગી ગયો. એ ચહેરાનું વર્ણન કરવું અશક્ય છે. ચાર બાજુથી શંકુ જેવાં અણિયાંવાળું ચપટું નસકોરું, ઘેાડાની ખરી જેવું માં, લાલ રંગના વાળના ઝૂલફાથી ઢંકાયેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy