________________
કાસીમે ચાળા કરવાની હરીફાઈ ભારે આનંદોત્સાહ વચ્ચે શરૂ થઈ. પહેલા હરીફે પોપચાં ઉલટાવી, મોં ગુફા જેવું પહોળું કરી, તથા કપાળ ઉપર વિચિત્ર કરચલીઓ પાડીને એવો ચાળો કર્યો કે, ચારે તરફ જે ખડખડાટ હાસ્ય ફાટી નીકળ્યું, તે કેમે કરી શમ્યું જ નહિ.
પછી તો બીજો, ત્રીજો, એમ હરીફે આવતા ગયા, અને દરેકની અવનવી વિન્દ્ર પતા જોઈ જોઈ, લોકો પગ પછાડી પછાડી, પેટ દાબી, દાબી, તથા ઊછળી ઊછળીને એવા હસવા લાગ્યા કે, હોમર કવિ જો તે વખતે હાજર હોત તો, તેમને દેવ-સભાના આનંદી ન-ફિકરા દેવો. જ માની બેસતા. નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ, વિદ્યાર્થીઓ અને રાજ-પ્રતિનિધિઓ સૌ સરખાં જ પાગલ બની રહ્યાં હતાં.
“મને ડાકણ ભરખે, જો મેં આવો ચહેરો કોઈ દિવસ જોયો હોય તો.”
અરે પણ આ તે જો! આની આગળ તે બધા ચહેરા પાણી જ ભરે!”
“અલ્યા આ તે માણસનું માં છે કે ખવીસનું?” “અને આ તે વાંદરી છે કે, બે-પગી સ્ત્રી?” “અરે, આ ભૂત તે જો!” “બાપરે ! આ તે શી બલા છે?”
પણ અમારે જોન ફ્રૉલોને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે, આ ઘમસાણ વચ્ચે પણ તે હજુ પેલા થાંભલાની કાંગરી ઉપર જે બેઠેલો રહી, માં પહોળું કરી, એવી ચીસો મોટેથી પાડતો હતો કે, આટલા બધા માણસોના અવાજની ઉપર એનો અવાજ જ ઉપર તરી આવતો હતે. ટૂંકમાં, ટોળાના હર્ષોલ્ગારો દોરવાની નેતાગીરી એ જ સંભાળતા હતા. : ગ્રિગેર શરૂઆતમાં તો છેક હતાશ થઈ ગયો હતે; પણ પછી તેના મનમાં નર્યો ગુસ્સો અને તુચ્છકાર ઊભરાઈ રહ્યો. તેણે પોતાના નરોને સંવાદ ચાલુ રાખવા મોટેથી સૂચના આપી; જોકે બધાંની પીઠ. જ તે તરફ વળેલી હતી! એક વખત તો ગ્રિગોરને જાતે ચેપલમાં જઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org