________________
કસમેંદો
આાખના એક પલકારામાં કૉપનલના પ્રસ્તાવને અમલમાં મૂક્વાની તૈયારી થઈ ગઈ! નગરજનો, વિદ્યાર્થીઓ અને પાદરીઓ – સૌ એ કામે લાગી ગયા. આરસપહાણના ટેબલની સામે આવેલી નાના ચેપલની બારીને એક રંગીન કાચ તોડી નાખવામાં આવ્યો, અને તેમાં માં ઘાલીને હરીફ ઉમેદવારોએ સૌ પ્રેક્ષકોને ચાળા કરી બતાવવા, એમ નક્કી થયું.
સ્ત્રી અથવા પુરુષ – દરેક ઉમેદવાર હરીફે ચેપલમાં પોતાનું મોં બુરખાથી ઢાંકી રાખવું એમ પણ નક્કી કરવામાં આવ્યું, જેથી ચાળા કરતી વખતે જ તેઓ પોતાનું મોં ખુલ્લું કરી સૌને ચોંકાવી શકે.
એક ક્ષણમાં તો હરીફાઈમાં ઊતરનારા ઉમેદવારોથી આખું ચેપલ ભરાઈ ગયું. પછી બારણું બંધ કરી દેવામાં આવ્યું.
ગેલરીમાં બેઠો બેઠો કૉપનેલ જ આ બધી તૈયારીઓ અંગે હુકમો અને માર્ગદર્શન આપતે હતો તથા ગોઠવણો કરતે હતો.
આ ધાંધળ દરમ્યાન કાર્ડિનલ પોતાના રસાલા સાથે બીજા રોકાણનું તથા સંધ્યા-પૂજાનું બહાનું કાઢી વિદાય થઈ ગયો. આ બધી જનતાની ધાંધળ જોઈ, ગ્રિગોર જેટલો જ તે પણ છોભીલો પડી ગયો હતો, જોકે, તે આવ્યો ત્યારે જે ટોળાએ તેને આટલે બધો આવકાર આપ્યો હતો, તે ટોળાને તેની વિદાય લક્ષમાં લેવા જેટલી પણ ફુરસદ ન હતી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org