________________
ધર્માધ્યક્ષ જે પ્રેક્ષક નાટક વહેલું શરૂ કરાવવા ધાંધળ મચાવવાની હદે ગયા હતા, તે જ પ્રેક્ષકો હવે એ નાટક ચાલતું હોવા છતાં, તે તરફ કાન કે આંખ ધરવા પણ રાજી ન હતા ! લેખકે નાટકમાં સમાવેલી શબ્દ અને અર્થની કેટલીય ખૂબીઓ નાહક હવામાં જ વિલીન થવા લાગી.
છેવટે ગૅલરીમાં આવનારા બધા આમંત્રિત-નિમંત્રિત આવી રહ્યા, એટલે છડીદાર ચૂપ થયો. ચિંગારને આશા બંધાઈ કે, હવે જો એકાદ વખત કઈ બૂમ પાડીને નાટક તરફ સૌનું લક્ષ ખેંચે, તો પાછું નાટકનું કામ આગળ ચાલે! અને વસ્તુતાએ પણ પેલો હોઝિયરીનો દુકાનદાર જ તરત ઊભો થયો અને બૂમ પાડીને સૌને સંબોધીને બોલ્યો -
પૅરીસના નાગરિક સગૃહસ્થો અને સર્જનો! પવિત્ર ક્રૂસના સગંદ ! આપણે અહીં ભેગા થઈ હવે શું કરવા માંગીએ છીએ, તે મને સમજાતું નથી. પણે રંગમંચ ઉપર કેટલાક માણસે ટોળે વળી કશુંક ધાંધળ મચાવી રહ્યા છે, અને હું પાએક કલાકથી કોણ કોને ઠોકે છે એ જોવા પ્રયત્ન કરું છું. પણ એ લોકો તે જીભ સિવાય બીજું કોઈ હથિયાર આપસઆપસમાં વાપરવાના હોય એમ લાગતું નથી. આપ લોકોને મજા કરવી હોય તે અમારા સેંટરડામથી કે લંડનથી કેટલાક કુસ્તીબાજોને આવા દિવસે બોલાવવા જોઈએ – જેથી તે લોકોએ એકબીજાને કરેલી મારપીટ તે જોવાની મળે! આ લોકો તો નથી મારપીટ કરતા કે નથી નાચતા-કૂદતા ! માત્ર એમની જીભ જ હાલ્યા કરે, એ જોવાની તે શી મજા આવે? મને તો કહેવામાં આવ્યું હતું કે, આજે અંધેરી નગરીના ગર્દભસેનની ચૂંટણી થવાની છે, અર્થાત્ મૂર્ખાઓના પોપની. પણ અહીં તો એ વાતનું કશું ઠેકાણું લાગતું નથી. અમારે ત્યાં ઘેન્ટમાં અમે પણ મૂર્ખાઓનો પોપ ચૂંટીએ છીએ. પણ અમારી રીત જુદી છે – જેમ કે, અમારે ત્યાં અહીંના જેવું મોટું ટોળું ભેગું થાય; પછી દરેક જણ વારાફરતી એક બાકામાંથી માં કાઢી આખા ટોળા તરફ મરજીમાં આવે એવા ચાળા કરીને સૌને હસાવવા પ્રયત્ન કરે. અને જે માણેસ વિદ્રપમાં વિદ્ર૫ ચાળો કરી સૌને વધુમાં વધુ હસાવે, તેને સૌ મળી પોપ ચૂંટે! અમી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org