________________
પૅરીસને મૂખ-મહત્સવ બેલિફે બિચારે કાર્ડિનલ ગુસ્સે થઈ જવાનું જોખમ ખેડીને થોથવાતાં થવાતાં કહ્યું, “નામદાર, બપોરના બાર વાગી જવાથી, આપના પધારતા પહેલાં લોકોએ બૂમો પાડીને નાટક વહેલું શરૂ કરાવી દીધું છે.”
ગિલોમ રોમ વચ્ચે બોલી ઊઠયો, “વાહ, તો તો અધું નાટક જેવાની સજામાંથી છૂટયા!”
તો નામદાર, એ લોકો નાટક આગળ ચલાવે?”
હા, હા, મારે મન તો બધું સરખું જ છે; હું તો દરમ્યાન મારો નિત્યપાઠ પતવી લઈશ.” કાર્ડિનલે જવાબ આપ્યો.
બેલિફ હવે ગૅલરીની કિનારી ઉપર જઈને મોટેથી જાહેરાત કરી – “નગરજનો, અને રહેવાસીઓ, જે નાટક આગળ ચાલે એમ ઇચ્છે છે તથા જે તે પૂરું થાય એમ ઇચ્છે છે, તે બંનેને સંતોષવા ધર્માવતાર એમ ફરમાવે છે કે, નાટક ભલે અધૂરું રહ્યું હોય ત્યાંથી આગળ ચાલે!” - ચિંગરની તો ઇચ્છા હતી કે, બધું ફરીથી જ શરૂ થાય, જેથી કાં ડનલ વગેરે પોતાના આખા નાટકની ખૂબીઓ પિછાની શકે; પરંતુ કા ડનલનો હુકમ થવાથી હવે લોકો નાટકનો બાકીનો ભાગ તો ધ્યાન દઈને સાંભળશે, એવો તેણે સંતોષ માન્યો.
પરંતુ એની એ આશાય અધૂરી રહી! કારણ કે ગૅલરીમાં આવનાર હજુ આવ્યે જ જતા હતા અને દરેકના નામ-હોદ્દાની બૂમ છીદાર પોકાર્યો જ જતો હતો. એના ભારે અવાજમાં નટનો અવાજ તે ડૂબી જ જતો.
એટલે પરિસ્થિતિ અસહ્ય થવા લાગી. સિંગર ખૂબ અકળાયો અને તેટલો જ હતાશ થયો. કારણ કે, નાટક તેના રસિક ભાગે પહોંચ્યું હતું. પણ કોઈએ તેને સળંગ સાંભળ્યું જ ન હતું, અને પરિણામે પ્રેક્ષકોનું લક્ષ ધીમે ધીમે તે નાટક તરફ ન રહ્યું. તેમની અંદરઅંદરની વાતચીતનો ગણગણાટ જ વધતો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org