________________
૨૨
ધર્માધ્યક્ષ કાર્ડિનલે પોતાની પાસે બેઠેલા સેંટ જેનીવીના ઍબટના કાનમાં કહ્યું “આડયૂક માર્ગરેટ કુંવરીની છડી પોકારવા બહુ મજાના પ્રતિનિધિઓ મોકલી આપ્યા છે, કહેવું પડે!”
આપ નામદારની મોંઘી મહેમાનગીરી તો આ ફલૅમિશ૧ ડુકકરોને મોતીને ચારો” ધરવા જેવી નકામી બની રહી છે.”
અરે, આ તે મોતી આગળનાં ડુક્કરો .”
પણ આ દરમ્યાન નાટકના લેખક પાયેરી સિંગરની માઠી વલે થઈ ગઈ હતી. કારણ કે, કોઈનું લક્ષ હવે તેના નાટક પ્રત્યે રહ્યું જ નહોતું. તેના મનમાં જે બીક હતી તે સાચી પડી હતી. જોકે, કાર્ડિનલ આવ્યા પછી મચેલી ધાંધળ દરમ્યાન તે બિચારો પેલા નટોને પોતાનું વક્તવ્ય આગળ ચલાવવા ગોદાવ્યા કરતો હતો; તથા અવાજ મોટો કરવા સૂચના આપ્યા કરતો હતો. પરંતુ કોઈનું લક્ષ એ તરફ ન જોઈ, તેણે નટોને તત્કાળ તો આગળ વધતા રોકી દીધા.
પરંતુ પછી થોડીક શાંતિ સ્થપાતાં તેણે પ્રેક્ષકોમાંથી ફરમાયશ થતી હોય એ રીતે મોટેથી બૂમ પાડીને કહ્યું, “નાટક ફરીથી શરૂ કરો! નાટક ફરીથી શરૂ કરો !”
પણ પેલો થાંભલે ચડીને બેઠેલ જોન ફૉલો ચાર જણના અવાજે ગર્યો – “હે? બિરાદર, નાટક તો પૂરું થઈ ગયું ને? તેઓ પાછું બધું ફરી એકડેએકથી શરૂ કરવા માગે છે, એ તે કંઈ રીત છે?”
ના, ના, નાટક મુર્દાબાદ! મુર્દાબાદ નાટક !” બીજા વિદ્યાર્થીઓ બૂમ પાડી ઊઠયા.
આ બૂમાબૂમે કાર્ડિનલનું ધ્યાન ખેંચ્યું, તેણે તરત બેલિફને ધમકાવીને કહ્યું, “પેલા મૂરખાઓ આટલી બૂમે શાના પાડે છે?”
૧. ૬ લૅન્ડર્સનું રહેવાસી. ૨. માર્ગરેટ નામના મૂળમાં “મેતી' અર્થને શબ્દ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org