SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પેરીસને મૂ-મહત્સવ વધુ લાગ; કારણકે, ઘેન્ટના લોકોને ત્યાં કોઈ કાર્ડિનલ પોતાના માનીતા કાજવંશી દરબારીઓ સામે થવા ઉશ્કેરી શકયો ન હોત; પરંતુ આ દુકાનદારે તે ફલૅન્ડર્સની પ્રિન્સેસ પોતે ફાંસીના માંચડા આગળ આવીને આંખે આંસુ મિળતી વિનંતી કરી ગઈ, છતાં પોતાની આંગળી ઊંચી કરી અને એ દરબારીઓનાં માથાં વધેરાઈ ગયાં હતાં! પણ હજુ તે કાર્ડિનલની તપસ્યા પૂરી થઈ ન હતી! આવી હલકટ સોબતમાં ઊભવાની ખરી સજા તો તેને હજુ ભોગવવાની હતી, કારણ કે, પેલો ભિખારી હજુ એ અનામત લૅટફૉર્મની કિનારી ઉપર બેઠો બેઠો, લહેરથી ભીખ માગવાની પોતાની કામગીરી મોટેથી બજાવી રહ્યો હતો. હવે બનવાકાળ, તે કૉપનો પોતાના નામની જાહેરાત પછી બૅલરીની પ્રથમ હારોળમાં જ્યાં જઈને બેઠો, ત્યાં જ નીચે એ ભિખારી બેઠેલો હતો. કૉપલે એ ભિખારી તરફ થોડી વાર જોઈ રહ્યા બાદ, મને એાળખીને એકદમ ઉપરથી તેના ખભાને થપથપાવ્યો. પેલા ભિખારીએ વળીને તેના તરફ જોયું અને તેના મોં ઉપર પણ અચંબાની અને ઓળખાણની રેખાઓ છવાઈ રહી. પછી આસપાસ શું ચાલી રહ્યું છે, તેની દરકાર કર્યા વિના બંને જણ એકબીજાનો હાથ પકડી ધીમે અવાજે વાતચીત કરવા લાગ્યા. લોકો એ બે જણને આમ પરિચિતની માફક વાતો કરતા જોઈ, તરત રાજી થઈને આનંદથી તાળીઓ પાડી ઊઠયા. કાર્ડિનલનું ધ્યાન હવે તે તરફ ખેંચાયું. અનામત પ્લેટફોર્મની કિનારીએ બેસી ભીખ માગવાની હિંમત કરનાર એ ભિખારડાને નદીમાં ફેંકી દેવાનો તેમણે તરત મહેલના બેલિફને હુકમ કર્યો. આ “ભગવાનના કૂસની સોગંદ! આ તે મારો મિત્ર છે!” કોપરેલ બોલી ઊઠયો. કાર્ડિનલે હોઠ કરડયા, અને લોકો તરત તેની અવદશા જોઈ હર્ષના પોકાર કરી ઊઠયા. કૉપનો ઘેન્ટની પેઠે પૅરીસના લોકોનો પણ માનીત બની ચૂક્યો હતો. * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy