________________
ધર્માધ્યક્ષ “ઘેન્ટ મુકામે હોઝિયરીને દુકાનદાર.”
પેલો છડીદાર તરત જ આભે બની એક-બે ડગલાં પાછો ખસ્યો: અત્યાર સુધી શેરીફ અને મેજિસ્ટ્રેટો જેવાઓની છડી તેણે માંડમાંડ પોકારી હતી, પણ આ તો મોજાં વેચનાર બકાલ! એની છડી પોકારવી? કાર્ડિનલને પણ આખે શરીરે જાણે કાંટા ભોંકાઈ ગયા. આસપાસના પ્રેક્ષકો શું થાય છે ને બોલાય છે, તે લક્ષપૂર્વક જોવા-સાંભળવા ઉત્સુક થઈ ગયા. ગિલોમ રીમે હવે લુચ્ચાઈથી થોડું હસતાં હસતાં પાસે જઈ છડીદારને સૂચવ્યું: “ઘેન્ટનગરના શેરીફોના કલાર્ક જેકસ કૉપનોલ, એમ જાહેરાત કરો.”
કાર્ડિનલે પણ એ પ્રમાણે જાહેરાત કરવા છડીદારને મોટેથી કહ્યું.
કૉપનેલ તરત એ સાંભળીને થેંકયો. તે તરત જ ત્રાડી ઊઠ્યો: પવિત્ર ફ્રેસના સોગંદ ! “જેકસ કૉપલ, હોઝિયરીના દુકાનદાર, એટલું જ બોલજે, છડીદાર! સાંભળે છે ને? ક્રૂસના સોગંદ ! એ તે જેવું તેવું નામ છે? અરે મોર આર્ચ ડચૂકે પોતે કેટલીય વાર મારે ત્યાંથી એમનાં મોજાં ખરીદ્યાં છે !” ' લોકો તરત તાળીઓ પાડી ઊઠયા અને ખડખડાટ હસી પડ્યા.
કોપનો પણ જનતાને જ માણસ હતો, અને આજુબાજુના પ્રેક્ષકો પણ જનતા-વર્ગના જ હતા. પંદરમા સૈકામાં ફ્રાંસના લોકોમાં પિતાને માટે સ્વાતંત્ર્યનો અને ગૌરવને અહોભાવ હજુ ઝાંખે ઝાંખે ધૂંધવાતો જ હતો. એટલે કાર્ડિનલના રસાલાના સેંટ જેનીવીના ઍબટનાય બેલિફના સાઈંટોના નોકરોને પણ કુર્નિશ બજાવતા આ લોકોને ફ લેન્ટર્સના દુકાનદારે બતાવેલો પિતાને માટે શિષ્ટપણાને ભાવ તરત તેના પક્ષમાં ખેંચી ગયો.
અને કૉપનેલ પોતાને માટે ગર્વ અનુભવે એમાં નવાઈ શી? કારણકે, જે માર્ગરેટના લગ્નનું નક્કી કરવા તે ફ્રાંસમાં આવ્યો હતો, તેની મા મેરીફ બર્ગન્ડીને કોઈ કાર્ડિનલ કરતાંય ઘેન્ટના હેઝિયરીના આ દુકાનદારની બીકે
ન્યાય ખાતાના અફસર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org