________________
પૅરીસને મૂર્ખ-મહત્સવ તરત જ દરવાજામાંથી બે-બેની જોડીમાં પૂરી ગંભીરતાથી એ ૪૮ પ્રતિનિધિઓ હૉલમાં દાખલ થયા. કાર્ડિનલના રંગીલા અને મોજીલા સાલાની સરખામણીમાં એ લોકોની શિષ્ટતા અને ઠાવકાઈ નોંધપાત્ર હતી.
એ લોકમાં દરેક પોતાનું નામ અને હોદો છડીદારને કહી દેતો, અને પછી એ છડીદાર ઉચ્ચારણમાં ફાવે તેવો ગોટાળો કરી, એ બધાં વિચિત્ર નામો પોકારતા હતા. તેથી પ્રેક્ષકસમુદાયમાં સારી રમૂજ ફેલાતી. પ્રતિનિધિમંડળના બધા જ સભ્યો જુદાં જુદાં સ્થળોના શેરીફ-બેલિફ મૅજિસ્ટ્રેટ એવા હોદ્દાના માણસો જ મુખ્યત્વે હતા. તેમની મુખાકૃતિ ઠાવકી, ગંભીર, શિષ્ટ તથા ગૌરવાન્વિત હતી.
માત્ર એક અપવાદ હતો, – તેનું મોં બુદ્ધિશાળી, કાવતરાબાજ, હોશિયાર માણસનું હતું – વાંદરા અને રાજકારણી એ બેના મિશ્રણરૂપ
અને કાર્ડિનલ ખાસ ત્રણ ડગલાં આગળ ભરીને તેના સત્કાર અર્થે સામાં ગયા. તેનું નામ ગિલોમ રોમ હતું અને ઘેન્ટને* તે કાઉન્સેલર હતો.
કાડિનલ ગિલમ સાથે વાતચીતમાં જોડાયો, તે દરમ્યાન તેની સાથે જોડીમાં આવેલો એક ઊંચા કદનો, સામાન્ય હેટ અને ચામડાનું જાકિટ પહેરેલે માણસ અંદર પેસવા ગયો. છડીદારે તેને મખમલ અને રેશમના પિશાક પહેરેલા આ બધા પ્રતિનિધિઓને નોકર ધારીને આગળ વધતો રોક્યો. પેલાએ તરત ત્રાડ નાખીને કહ્યું –
“ભલાદમી, તું કેમ મને રોકે છે? જેતે નથી, કે હું એ લોકો મને જ એક છું?”
“તમારું નામ?” “જેકસ કૉપનેલ.” “તમારો હેદો?”
* લૅન્ડર્સની રાજધાની. વેપાર-ધંધાને કારણે તે શહેર લગભગ સ્વતંત્ર સ્થિતિ ભેગવતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org