________________
૧૮
ધર્માધ્યક્ષ ઓચરીને, ભ્રષ્ટ સ્ત્રીઓ અને ધર્માધિકારીઓની રૂડી સોબતમાં પોતાના એ હકને પૂરેપૂરો ઉપયોગ તેઓ કરવા માગતા હતા.
પરિણામે કાર્ડિનલના અનુગામીઓનાં નામે દઈ દઈને ફાવે તેવી વાતો ચાલવા માંડી. જૉન ફૉલો તે પાછો આર્ચ-ડીકનનો ભાઈ થતો હેઈ, વધુ જાણકાર કહેવાય, એટલે તેણે એ બધા ધર્મ-ધુરંધરોની બદગઈ કરવામાં કશી કસર જ ન રાખી.
લોકોના બુમરાણ સાથે ભળતું ભળતું આ બધું કાર્ડિનલની બેઠક સુધી પહોંચે ત્યાં સુધીમાં સ્પષ્ટ સંભળાય તેવું ભાગ્યે રહે; છતાં જો તે સંભળાય તેવું રહ્યું હોત, તે પણ કાર્ડિનલ એ વસ્તુઓ સાંભળી-નસાંભળી જ કરી નાખત, કારણ કે, આજના દિવસે જે કંઈ ગાંડપણ કરવું હોય તે કરવાની પરંપરા અને રૂઢિથી છૂટ ગણાતી હતી. • કાર્ડિનલ પોતે ગળાબૂડ રાજકારણી પુરુષ નહોતો તથા માર્ગરેટ અને ડોફિન સાથેના લગ્નથી ફ્રાંસ-ટ્યિા વચ્ચે કેટલાં સુલેહ-સંપ સ્થપાશે કે ઇંગ્લેંડના રાજાને પોતાની પુત્રીની થયેલી અવગણનાથી કેવું લાગશે, એ કશાની ચિંતા તેને ન હતી. તેને તો ચિંતા એટલી વાતની જ હતી કે, રાજાને ખુશ કરવા ખાતર, ફલૅન્ડર્સના સામાન્ય શેરીફ જેવા મહાજનને આવકાર આપવાનું અને તેમના મનોરંજનની ગોઠવણ કરવાનું હલકટ કામ પોતાને કરવું પડવાનું હતું! બે દિવસ ઉપર એ પ્રતિનિધિઓ આવ્યા ત્યારે પણ પોતાના મહેલમાં તેમને સત્કાર તથા મનોરંજન કરવાની વ્યવસ્થા પોતાને કરવી પડી હતી, અને હવે આજના ઉત્સવન દિવસે જાહેરમાં પણ તેને તેમ કરવું પડવાનું હતું.
છતાં, છડીદારે જ્યારે “ડયૂક ઑફ ઑસ્ટ્રિયાના માનવંત પ્રતિ નિધિ' એવો પોકાર કર્યો, ત્યારે કાર્ડિનલ હસતે મેંએ ઠાવકાઈ તેમના સત્કાર માટે દરવાજા તરફ વળ્યો.
૧. ક્રાંસના રાજાને પાટવી કુંવર.
૨. કન્યા માર્ગરેટના પિતા ઓસ્ટ્રિયાને મૅકિઝમિલાન. પછીથી શહેનશાહ કહેવાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org