________________
પૅરીસને મુખ-હત્સવ 'કાર્ડિનલ ધર્માધિકારને સ્થાને હોવા છતાં બહુ રંગીલો માણસ હતો. શેલત મુકામે આવેલા શાહી દ્રાક્ષવાડીના મધુરસને તે રસિયો હતો. તેની આસપાસ ધર્માચાર્યો ને ધર્માધિકારીઓને જે દરબાર રહે, તે પણ રંગીલા તથા ખાનપાનના રસિયાઓનો જ હતો. તે દાન પણ જુવાન સુંદરીઓના હાથમાં જ કરતો – ચિમળાયેલી બુટ્ટીઓના હાથમાં નહિ. દિવસે દેવળમાં ભક્તિગીત ગાનાર ગવૈયાએ રાતે તેના મહેલમાં જઈ પછી શરાબની મહેફિલનાં ગીતે જ ગાતા. લોકો આ રંગીલા દ્રનિલ ઉપર ખુશ હતા, એટલે જ તે મોડો આવ્યો હતો તેમ છતાં ચિડાવાને બદલે તેનાં ભપકાબંધ કપડાં અને તેની બાલવા-ચાલવાની છટા જ તેઓ જોવા લાગી ગયા.
વસ્તુતાએ પણ પૅરીસના લોકો ડંખીલા લોકો નથી; ઉપરાંત તેઓએ કાર્ડિનલ આવતા પહેલાં નાટક શરૂ કરાવ્યું હતું એ વિજ્યને આનંદ તેમના મનમાં હતો; અને આજે મૂર્ખાઓનો પોપ તેઓ ચૂંટવાના હોઈ, એક કાર્ડિનલને* તેઓ વધુ લક્ષમાં લેવાના ઢંગમાં નહોતા!
કાર્ડિનલની પાછળ એબટો, બિશપ વગેરેનો તેનો દરબાર આવતો ગયો, તેમાંથી જેઓને લોકો ઓળખતા હતા, તેમનાં નામ દઈ દઈ તેઓ એકબીજાને ઓળખ આપવા લાગ્યા. ખાસ કરીને માર્સિલેનો બિશપ ઍલેદેવ, તથા લૂઈ -૧૧ ની રખાતને કાછડી-છૂટો ભાઈ, જે સેંટ જર્મો દ પ્રેને ઍબટ હતું તે, તથા સેંટ જેનીવીને બટ–એ લોકોનાં નામ વારંવાર બોલાવા લાગ્યાં.
વિદ્યાર્થી વર્ગ – સ્કૉલરો તે એ બધાં નામો બોલતાં બોલતાં ફાવે તેવા અપશબ્દો ઉચ્ચારવા લાગ્યા. આજે તો તેઓને દિવસ હતે: મૂર્ખાઓનો મહોત્સવ ! એટલે આજે ફાવે તે બદમાશી કે કાન કરવાને તેમને હક હતો! તેથી તો આજે ભગવાનના નામથી ફાવે તેવા શાપો
* ધર્માધિકારમાં પોપને હોદ્દો બધા કાર્ડિનલોની ઉપર – સર્વોચ વિચણાચ, તેથી
ધ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org