________________
૧૩
ધર્માધ્યક્ષ
મરજી હતી. કારણ કે, કાર્ડિનલ ખરી રીતે વર અને કન્યા બંને પક્ષ સાથે સગાઈ-સંબંધ ધરાવતા હતા : ફ઼્રાંસના રાજાની મેાટી દીકરી સાથે કાર્ડિનલના ભાઈ પરણેલા હતા; અને કન્યા પક્ષના ચાર્લ્સ સાથે. તેની મા ઍગ્ન ઑફ બર્ગન્ડી મારફતની સગાઈ હતી.
પ્રેક્ષકોની ધાંધળને કારણે કાર્ડિનલ આવ્યા પહેલાં જ શૃિંગારને નાટક શરૂ કરવું પડયું હતું; છતાંય, કાર્ડિનલના લક્ષમાં પેાતાના કસબ લાવવાની ઇચ્છા તો તેને હતી જ. કવિના કુલ વ્યક્તિત્વના ૧૦ ગુણાંક મૂકીએ, તેા તેમાંના એક ગુણાંક કંઈક લાભ ખાટવાની સ્વાર્થવૃત્તિ હાય, અને બાકીના નવગુણાંક પેાતાને માટે વધારે કિંમત આંકનારું ઘમંડે હાય !
તેના નાટક માટે તેને બપારના બારથી ચારને સમય નિયત કરી આપવામાં આવ્યા હતા.
એટલે જ્યારે નાટક ફરીથી આગળ ચાલવા માંડયું અને લેાકો કંઈક ચૂપ તથા સ્થિર થઈ તેને સાંભળવા લાગ્યા, ત્યારે પાયેરી શૃિંગાર કંઈક હર્ષપુલક્તિ ચિત્તે, એ નાટક બરાબર લક્ષપૂર્વક સાંભળવા લાગ્યા.
૫
પણ —, પાછું બીજું ધાંધળ ઊપડયું! અચાનક છડીદારે પેાકાર કર્યા . “ ધર્માવતાર કાર્ડિનલ ઑફ બુબેČ પધારે છે !”
દારૂખાનાના આખા રાજભંડાર એકદમ ફૂટી ઊઠે તે પણ પાયેરી સ્પ્રિંગોર આ જાહેરાતથી જેટલા ચાંકયો, એટલા ચોંકી ઊઠયો ન હોત! કારણ કે, બધાંનું લક્ષ હવે કાર્ડિનલ તરફ જ ખેંચાયું અને સૌ કોઈના માંમાં ‘ કાર્ડિનલ ! ’‘કાર્ડિનલ’ એ શબ્દો જ ગૂંજી ઊઠયા. દરેક જણ હવે આગળના પડોશીથી પોતાનું માથું ઊંચું કરી કાર્ડિનલને જોવા પ્રયત્ન કરવા લાગ્યું અને આખા સમુદાય એક પ્રકારે હિલેાળે જ ચડી ગયા.
* ચાર્લ્સની દીકરી મૅરી ઓફ બગન્ડી, અને તેની દીકરી મારેટ. ચાર્લ્સ બગડીનેા હાઈ ફ્લૅન્ડના અધિપતિ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org