________________
३२७
કસીમૈદેનું લગ્ન ત્યારે, તેણે ઍમરાદાનું શું કર્યું છે, તે પૂછવાનો હતો. પરંતુ પેલો તો દૂરની એક જગા તરફ એવી રીતે ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો કે કસીમોને પણ તેની પાછળ જઈ, તે શાની તરફ જોઈ રહ્યો છે, તે નક્કી કરવાની ઇંતેજારી થઈ.
ધર્માધ્યક્ષની આંખ જે તરફ ચોટી હતી, તે તરફ નજર કરતાં જ, તે શાની તરફ જોઈ રહ્યો હતો, એ તેને સમજાઈ ગયું.
શેવે મેદાન ઉપરના કાયમી ફાંસીના માંચડા તરફ ધર્માધ્યક્ષ જોઈ રહ્યો હતો. કેટલાક સૈનિકો અને થોડાક લોકો ત્યાં આસપાસ ઊભા હતા. એક માણસ જમીન ઉપર કશુંક ધોળું ઘસડીને લાવતો હતો; એ ધોળી વસ્તુને બીજી કાળી વસ્તુ વળગી રહી હતી. એ માણસ ફાંસીના માંચડા આગળ થોભો, પછી કશુંક બન્યું જે કસીમૉદો બરાબર જોઈ ન શકયો – કારણકે એકદમ થોડા સૈનિકો આસપાસ દોડી આવ્યા હતા.
થોડી વાર પછી પેલો માણસ માંચડાનાં પગથિયાં ચડવા લાગ્યો. તેના ખભા ઉપર તેણે એક સ્ત્રી – સફેદ જન્મે પહેરાવેલી એક જુવાન છોકરી – ઊંચકી હતી. તે છોકરીના ગળામાં ફાંસીને ગાળિયો ઘાલેલો હતો.
એ સમરાદા હતી !
પેલો માણસ તેને લઈને માંચડાની નિસરણી ઉપર ચડી ગયો; ત્યાં જઈ તેણે ફાંસાને ગાળિયો ઠીક કરી લીધો. ધર્માધ્યક્ષ એ બધું બરાબર જોઈ શકાય તે માટે હવે ઘૂંટણિયે પડ્યો હતો.
અચાનક પેલા ફાંસીગરે પાટડા ઉપરથી પોતાના પગ વડે નિસરણીને ધક્કો માર્યો. એટલે પેલી કમનસીબ છોકરી આખા શરીરે ધ્રૂજતી, ફાંસાના ગાળિયામાંથી લટકી રહી. તેના ખભા ઉપર પેલો માણસ બે પગ ભિડાવી ચડી બેઠો હતો. બંને જણના ભારથી દોરડું થોડું અમળાયું અને તેની સાથે પેલી જિપ્સી છોકરીના શરીરમાં પણ બે ત્રણ વખત ઘેરો અમળાટ થયો. કસીમૉને શ્વાસ એ બધું જોઈ એકદમ થંભી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org