________________
- ધર્માધ્યક્ષ કસીમૉદોને અચાનક વિચાર આવ્યો કે હવે ભય દૂર થયો હોવાથી ઍસમરાદા કદાચ પોતાની સંતાવાની જગાએથી નીકળી, પાછી પોતાની કોટડીમાં ગુપચુપ આવીને સૂઈ ગઈ હશે. એટલે તે ધીમે રહીને એ કોટડી તરફ ગયો. જરા પણ અવાજ ન થાય તે રીતે તેણે ઊંચા થઈ અંદર ડોકિયું કર્યું. પણ ઓરડી ખાલી હતી. પછી તે અંદર પેઠો અને પથારી નીચે તો તે નથી ભરાઈ રહી છું, એમ માની, તેણે આખી પથારી તળે ઉપર કરી નાખી. પછી અત્યાર સુધીની ઉત્તેજનાના થાકથી તથા હતાશાના અને ખિન્નતાના ભારથી તે બિચારો ભાગી પડ્યો, અને બેભાન બની ગયો.
કેટલીય વારે જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે એકદમ કૂદકે મારીને ઊઠ્યો અને ભીંત ઉપર માથું જોરથી અફાળવા લાગ્યો.
પણ આવા ઝનૂનથી માથું પછાડીને જીવતા રહેવું અશકય છે: ફરીથી તે ફરસ ઉપર બેભાન થઈને ગબડી પડયો. ભાનમાં આવ્યા બાદ ફાટી આંખે ઉપરની છત તરફ તે જોઈ રહ્યો. તે વખતે તેને અચાનક યાદ આવ્યું કે આડકન પાસે આ કોટડીમાં આવવા માટેના દાદરની ચાવી હતી. તે રાતે આર્ચ-ડીકને આ કોટડીમાં આવીને
સમરાદા ઉપર હુમલો કર્યો હતો. તેને તરત દીવાના પ્રકાશની પેઠે દેખાઈ ગયું કે, આર્ચ-ડીકન જ એ દાદથી ઉપર આવીને ઍસમરાહદાને ઉપાડી ગયા છે.
તે જ વખતે તેણે અજવાળામાં નોત્રદામની ઉપરની ગેલરીમાં કોઈ માણસને આવતે જોયે. તે આર્ચ-ડીકન જ હતા. તે ઓતરાતા ટાવર તરફ જતો હતો. પણ તેનું માં સી નદીના જમણા કિનારા તરફ વળેલું હતું. તે પોતાનું માથું ઊંચું રાખી ચાલતો હતો, જાણે છાપરાંની પાર કશું જોવા માગતો હોય.
કસીમૉદો ગુપચુપ ઊડ્યો અને તેની પાછળ પાછળ ચાલ્યો.
ધર્માધ્યક્ષ ઉપર જઈ ટાવર ઉપરના કઠેરાને અઢેલી એક જગા તરફ સ્થિર નજરે જોવા લાગ્યો. કસીમૉદોનો વિચાર તે પાછું જુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org