________________
૨૨૮
ધર્માધ્યક્ષ તે જ વખતે ધર્માધ્યક્ષના ગળામાંથી, સેતાનના ગળામાંથી જ નીકળી શકે એવો ખડખડાટ હસવાનો અવાજ નીકળ્યો. અને તેના મોં ઉપર જાણે પોતે ધારેલું કાર્ય પૂરું થયાનો આનંદ છવાઈ રહ્યો. કસીમોં બધું સમજી ગયો; ધર્માધ્યક્ષે જ ઍસમરાદાને નોત્રદામમાંથી કાઢીને ફાંસીએ ચડાવવા માટે સોંપી દીધી હતી.
તેણે એકદમ ધર્માધ્યક્ષ પાસે કૂદી જઈ, પોતાના બે બળવાન હાથો વડે તેને ઊંચકીને કઠેરા ઉપરથી બહાર જોરથી ફંગોળ્યો. હવામાં અધ્ધર થયેલા ધર્માધ્યક્ષના ગળામાંથી કારમી ચીસ નીકળી ગઈ.
પણ તે કઠેરા નીચેની ઢાળવાળી પહોળી છત ઉપરની ગટરની કિનારી ધર્માધ્યક્ષના હાથમાં આવી ગઈ. તેણે બે હાથ વડે જોરથી તેને પકડી લીધી. તેણે બીજી ચીસ પાડવા માં ફાડ્યું, પણ કસીમૉદના વિકરાળ ચહેરાને પિતા તરફ તાકી રહેલ જોઈ, તે ચુપ થઈ ગયો.
નીચેની તરફ બસ ફૂટની ઊંડાઈએ પથ્થરની ફરસબંધી હતી.
આ ભયંકર પરિસ્થિતિમાં ધર્માધ્યક્ષે કશે ઊંહકારો પણ કર્યા વિના, બાવડાંના જોરથી છતના ઢાળ ઉપરથી ઉપર ચડવા મરણિયો પ્રયત્ન કર્યો. પરંતુ તેના પગ કાળી ઢળતી સપાટી ઉપર કશી પકડ જમાવી શકયા નહિ. કસીદો જરા આગળ નમી હાથ લાંબો કરે, તે તેના હાથ પકડી તેને પાછો ઉપર ખેંચી લઈ શકે તેમ હતું. પરંતુ તે તો તેની તરફ નજર પણ કર્યા વિના પેલા ફાંસીના માંચડા તરફ જ જોઈ રહ્યો હતો અને તેની ઊછળતી છાતી ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે તે હૃદયાફાટ રડી રહ્યો હતો.
ધીમે ધીમે ધર્માધ્યક્ષના હાથ થાકતા જતા હતાં – અને અકડાતા જતા હતા. કસીમૉદોના રુદનનો અર્થ તે સમજી ગયો. તેની નજર સમક્ષ એ ક્ષણમાં પોતાનું આખું જીવન ભયંકર વેદના સાથે ખડું થઈ ગયું. કારમાં દુ:ખની અને વેદનાની એ ક્ષણ કેટલી બધી લાંબી થઈ જતી હશે, તે તો એ ક્ષણ અનુભવનારો જ જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org