________________
ધર્માધ્યક્ષ - પેલી તપસ્વિનીએ ખડખડાટ હસતાં હસતાં પોતાને ચિમળાયેલા હાથ બારીના ક્રસ આકારે જડી દીધેલા સળિયાની બહાર કાઢયો અને ઍસમરાદાના હાથ ઉપર કારમી મરણ-ચૂડ ભેરવી. એ ચૂડનો દબાવ અનુભવીને જ ઍસમરાદા કંપી ઊઠી.
ધર્માધ્યક્ષ, સામેથી આવતા સંભળાતા ઘોડાઓના દાબડાના અવાજની દિશામાં દોડી ગયો.
૪ 'પેલી તપસ્વિની હસતાં હસતાં એસમરાદા સામું જોઈ રહીને હવે બોલી, “તો તને ફાંસીએ ચડાવવાની છે, કેમ? વાહ, બહુ મજાની વાત! તને જોઈ જોઈને મારું લોહી ઊકળ્યા જ કરતું ! તને નાચતી જોઈને! – ગાતી જોઈને! હવે રાંડ તારો છૂટકો થશે ! તને ફાંસીને માંચડે લટકતી વખતે અધર નાચતી જોઈને મને કેટલો બધો આનંદ થશે, કેવી હાશ થશે!”
મેં તમારું શું બગાડ્યું છે? તમે કેમ મારી ઉપર આટલી બધી દાઝ રાખો છો?”
હા, હા, તેં મારું ઘણું ઘણું બગાડ્યું છે! મારે પણ નાની છોકરી હતી – મારી સુંદર, ફૂટડી, લાડકી એની; તારી ઇજિશ્યન ડાકણો તેને ચોરી ગઈ, ઉપાડી ગઈ !”
પણ હું તે તે વખતે જન્મી પણ નહિ હોઉં; મારો શો વાંક?”
“ના, ના, તે વખતે તું જરૂર જન્મી હશે; મારી દીકરી જીવતી હાત તો બરાબર તારી જ ઉંમરની હોત. પંદર પંદર વર્ષથી હું અહીં આ કોટડીમાં માથું પછાડતી પરમાત્માની પ્રાર્થના કરી રહી છું – પેલી ઇજિશ્યન ડાકણો – તારી સગલી – મારી દીકરીને મૂંજીને ખાઈ ગઈ! જ્યાં તેને શેકી હતી ત્યાં પથરા, આગ, હાડકાં બધું જડયું હતું – એવી નાની, ધાવણી બાળકીને ખાઈ જનારાં તમને લોકોને તો જીવતાં જ રહેવા ન દેવાં જોઈએ ! મારી લાડકીને તારી મા થતી જ ખાઈ ગઈ, તો હવે – તેમની દીકરીને – તને હું ખાઈ જઈશ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org