________________
નાનકડે છેડે
૩૧૩ લવૂરિયાં વગેરે ભરવા લાગી. પેલાએ એ શાની પરવા કર્યા વિના, તેના આખા શરીરે ગાઢાં ચુંબન ચાંપવા માંડયાં.
“બદમાશ! મને કરડે છે શા માટે? હત્યારા, ખૂની, કૂતરા, છોડ મને ! હું તારા આ ધોળા વાળ ઉખાડી નાખીશ, છેડ! છોડ !”
અને પેલીએ કરેલા ઝનૂની સામનાથી હતાશ થઈને તેણે એને છોડી દીધી અને તેના તરફ ખિન્ન નજર કરી. પેલી સુચ્છકારપૂર્વક હવે બેલી ઊઠી – “હું ફબસને જ ચાહું છું, અને મરતા લગ તેમને જ ચાહીશ; હું તેમને અર્પિત થયેલી છે, અને બીજા કોઈને અપિત થવાની નથી. જા, તારાથી થાય તે કરી લેજે!”
પેલાએ હવે એક ભયંકર ગર્જના કરી – “તો બસ મરવા તૈયાર થઈ જા.”
ઍસમરાદા તેને વિકરાળ ચહેરો જોઈ ત્યાંથી એકદમ જોરથી ભાગી. પેલો તેની પાછળ પડયો. થોડી વારમાં તેને પકડી પાડીને તેણે જમીન ઉપર નાખી. પછી તેને ઘસડતો ઘસડતો તે તુર-રેલાં તરફ લઈ ચાલ્યો – જ્યાં પેલું જાહેર પાઠ-ઘર તથા તપસ્વિનીવાળી અંધાર-કોટડી આવેલી હતી.
ત્યાં લઈ ગયા પછી તેણે છેવટના પૂછ્યું,– “છેલ્લી વાર બોલી નાખ – તું મારી થવા કબૂલ થાય છે ?”
ના, ના, ના ! ” તરત જ પેલાએ હવે તપસ્વિનીને તેના જાણીતા નામે બોલાવી – ગુઘ! ગુ!”
પેલી ડોસીએ તેની કોટડીના બાકોરા આગળ માં કાઢયું એટલે ધર્માધ્યક્ષે તેને સંબોધીને કહ્યું, “આ પેલી જિપ્સી છોકરી છે, જેના ઉપર તમને ઘણી બધી દાઝ છે; તમારો હાથ બારીના બાકામાંથી બહાર કાઢો અને એનો હાથ પકડી રાખો – હું જલદી જઈને સારજંટને બેલાવી લાવું; તેને દેહાંતદંડની સજા થયેલી છે અને તે ભાગી છૂટી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org