________________
૩૧૩
ધર્માધ્યક્ષ
દીધું
છે, એ સમજી રાખજે. તને હું કેમ કરીને બતાવું કે, હું તને કેટલી બધી ચાહું છું? મારું હૃદય કેવું શૂન્ય થઈ ગયું છે? મેં મારા બધા આચાર-વિચાર તજી દીધા છે. હું પારંગત હોવા છતાં વિજ્ઞાનને મે તજ્યું છે; સદ્ગૃહસ્થ – રાજપુત્ર હોવા છતાં મેં મારા નામને ધબ્બો લગાવ્યો છે; ઈશ્વરના નામને પણ મે દૂર ફગાવી છે – અને એ બધું તારે માટે! હે મેાહિની, હું તારે માટે જ નરકને સ્વીકાર પણ કરી બેઠો છું – અરે મારા સગા ભાઈને – જેને મેં કેટલે પ્રેમ કરીને ઉછેર્યા હતા, તેને પણ મે' છેવટના જાકારો દીધા છે, અને હમણાં જ તેને ચીંથરાની પેઠે મંદિરની અધવચ લટકતા મેં મારી સગી આંખે જોયા છે . તે વખતે પણ તને બચાવવાની લાહ્યમાં મેં તેના મડદા તરફ થોડાં અંતિમ આશીર્વચન પણ ઉચ્ચાર્યાં નહિ.
-
“આમ હું મારું બધું તજી, તારાં ચરણામાં આવીને પડયો છું. પણ હવે વખત પસાર થતા જાય છે; થોડા વખતમાં તને બચાવવી હશે તે પણ મારે માટે મુશ્કેલ બની જશે. માટે છેવટના જવાબ મને આપી દે – દયા લાવ, અને આપણાં બંનેનાં જીવનના ઉદ્ધાર કર !”
પેલીના હાઠ ઘૃણા અને તુચ્છકારથી ફફડી ઊઠયા. તે માત્ર એટલું જ બોલી, ખૂની ! હત્યારા ! ’”
''
પેલા હવે ખડખડાટ હસીને ઊભા થઈ ગયા. ખૂની, હત્યારો ? હા; હવે હું ખૂની – હત્યારો જ બની રહીશ. તું મને તારા ગુલામ તરીકે સ્વીકારવા ના પાડે છે, તેા હવે હું તારા જીવનને ફેસલા કરનાર માલિક બની જઈશ. તારે કાં તે મારી બનવું પડશે, અથવા તા તારા જીવનથી હાથ ધોઈ નાખવા પડશે. મારી પથારી તને મંજૂર છે કે કબરની માટી? બાલી નાખ, એક વખત ફરીથી !”
Jain Education International
અને આટલું બોલી, તેણે કામનાના ઉગ્ર આવેશમાં આવી જઈને, તેને પકડીને છાતીએ ભીંસવા પ્રયત્ન કર્યો. પેલી ચાંકીને જાનવર બનેલા એ માણસના ઇરાદા કળી જઈ, તેના હાથમાંથી છટકવા, બચકાં,
66
For Private & Personal Use Only
www.jainelibrary.org