________________
નાનકડે જોડે ન હતા, પરંતુ માણસમાત્ર જ્યારે દુઃખમાં ઘેરાઈ જાય છે, ત્યારે નજીકમાં નજીક જે કોઈ ઈશ્વરી ભાવ તેને નજરે પડે છે, તેનું શરણ તે લઈ લે છે.
આ સ્થિતિમાં તે કેટલીય વખત ધ્રૂજતી ધ્રૂજતી પડી રહી. નીચેના ટોળાના હોંકારા-બખાળા જેમ જેમ નજીક આવતા જતા હતા, તેમ તેમ તે એ લોકોનો શો હેતુ છે તે ચોક્કસ જાણતી ન હોવાથી જ, પોતાને માટે વધુ ને વધુ કારમાં પરિણામોની કલ્પના કરી કરીને લગભગ બેહોશ થઈ જવા આવી.
અચાનક તેને પોતાની છેક પાસે જ કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો! તેણે ઝબકીને મોં ઊંચું કરીને જોયું, તે બે માણસો હતા, જેમાંના એકના હાથમાં ફાનસ હતું. એસમરાદાએ ડરના માર્યા હળવી ચીસ પાડી.
“ડરતી નહી; એ તે હું છું.”
કોણ ?” “પાયેરી ગ્રિગોર.”
સમરાદાએ તેને ઓળખીને કંઈક હિંમત ધારણ કરી તથા ફરીથી તે લોકો તરફ નજર કરી. બ્રિગેરની ઓથે બીજો એક જણ હતો, જેણે પગથી માથા સુધી કાળો જભ્ભો પહેરેલો હતો.
ચિંગેર જરા ઠપકાના અવાજે કહ્યું, “વાહ, તારા કરતાં તો જાલી મને વગર કહ્યું ઓળખી ગઈ!”
તમારી સાથે આ બીજું કોણ છે?”
“ચિંતા ન કરીશ; એ મારા મિત્ર છે. તારી તથા જાલીની જિંદગી જોખમમાં છે. બહારના લોકો તને અહીંથી બહાર કાઢી ફરીથી ફાંસીને માંચડે લઈ જવા આવ્યા છે. અમે તારા મિત્રો છીએ અને તેને બચાવવા આવ્યા છીએ. માટે ઝટપટ અમારી પાછળ પાછળ ચાલી આવ.”
“ સાચી વાત છે?”
હા, હા, તદન સાચી વાત છે. પણ ઉતાવળ કર.” Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org