________________
દ્
નાનકડા જોડા
૧
જ્યારે ભટકેલોએ મંદિર ઉપર ચડાઈ કરી હતી, ત્યારે
ઍસમરાલ્દા ઊંઘતી હતી.
પરંતુ પછી ચાતરફ શરૂ થયેલી બૂમાબૂમ અને ચીસાચીસથી, તથા બકરીના કરુણ બે-બે અવાજથી તે જાગી ઊઠી હતી. તેણે ઝટ બેઠી થઈને પ્રથમ તેા બધા અવાજે લક્ષપૂર્વક સાંભળવા માંડયા તથા પછી ધીમે ધીમે આજુબાજુ નજર કરવા માંડી.
મંદિરના ચકલામાં મચી રહેલું ઘમસાણ નજરે પડતાં જ તેણે જિપ્સી લાકોની વહેમી રીતે પ્રથમ તેા એમ જ માની લીધું કે, રાતની કોઈ ભૂતાવળ ચોતરફ ઊતરી આવી છે. એટલે તે બીનીને એકદમ પેાતાની ઓરડીમાં આવી છુપાઈ ગઈ.
પછી ધીમે ધીમે તેને લાગવા માંડયું કે, એ ભૂતાવળ નથી પણ લોકોનું ટોળું છે, જે તેને તેના આશ્રય-ધામમાંથી ખેંચી જઈ ફાંસીએ ચડાવવા લઈ જવા આવ્યું છે. એટલે જિંદગીની તેમ જ ફાર્બસને ફ્રી મેળવવાની આશા ગુમાવવાને ડર તેને ઘેરી વળ્યા. પોતે એકલી નિ:સહાય હતી, અને લોકોની બૂમાબૂમ તથા ઝનૂન જોઈ તે શકરાબાજથી ઘેરાયેલી કબૂતરીની જેમ ફફડવા લાગી.
તેણે ઘૂંટણિયે પડી, માથું પથારી ઉપર નાખી દીધું‘ અને પછી ખ્રિસ્તીઓના ઈશ્વરને તથા મંદિરનાં માતાજીને રક્ષણ માટે પ્રાર્થના કરવા માડી. તેને પોતાને કોઈ ધર્મ-પંથના કશા ધાર્મિક સંસ્કા મળ્યા
૩૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org