________________
ધર્માધ્યક્ષ ચાલો, હું આવું છું પણ તમારા આ મિત્ર બોલતા કેમ નથી ?”
“તેમનાં મા-બાપને સ્વભાવ એવો ખરાબ હતો કે તેમની સાથે રહીને મારા મિત્રને સ્વભાવ આવો ગમગીન બની ગયો છે.”
ઍસમરાદાને જે ખુલાસો મળ્યો તેથી સંતોષ માનવો પડયો. ગ્રિગોર હવે તેને હાથ પકડી બહાર દોરી ચાલ્યો. જાલી એટલા આનંદમાં આવી ગઈ હતી કે ગ્રિગોરના પગમાં વારંવાર અટવાઈને તેને હરઘડી ગબડી પડવાના ખતરામાં જ મૂકવા લાગી. શૃિંગેર એ જોઈને બોલી ઊઠયો – “વાહ, આપણા સારામાં સારા મિત્રો જ આપણને ઠોકર ખવડાવતા હોય છે.”
ટાવરના દાદરેથી ઝટપટ ઊતરીને તેઓ નીચે મંદિરમાં આવી ગયાં. પછી પેલા જલ્માવાળાએ લાલ બારણું ઉઘાડીને તેઓને મઠમાં દાખલ કર્યા. મઠનું આંગણું નિર્જન હતું. ત્રણે જણ હવે નદી તરફની મઠની નાની બારી તરફ ઝડપભેર ચાલ્યાં આવ્યા. પેલા કાળા જભાવાળાએ પોતાની પાસેની ચાવીથી એ બારી પણ ઉઘાડી.
હજુ તેઓ ભયની વચ્ચે જ હતાં; કારણ કે, એ તરફ બિશપને મહેલ હતો અને ત્યાં ભારે ધમાલ મચી રહી હતી.
ફાનસવાળે માણસ તેઓને એ બધામાંથી ગુપચુપ દોરતો દોરતો છેક પાણીની કિનારી સુધી લઈ આવ્યો. ત્યાં જીવજંતુઓએ કોતરી ખાધેલા મોટા પાટડાઓને આધારે એક નાનકડા ધક્કા જેવું કરેલું હતું. તેની ઉપર વેલા – ઝાંખરાં ચડીને આખું એક જ બની રહ્યું હતું. તેની આડમાં એક નાની હોડી છુપાવેલી હતી. ગ્રિગોર અને ઍસમરાદા તે હોડીમાં ચડી ગયાં, એટલે પેલાએ દોરડું કાપી નાખ્યું અને હેડીને હાથ વડે થોડી આગળ ધકેલીને પછી પોતે પણ ઠેકડો મારીને હોડી ઊપર ચડી ગયો. પછી બે હાથમાં બે હલેસાં લઈ તેણે જોરથી હોડીને વહેણની મધ્યમાં લીધી. સી નદીનો પ્રવાહ આ ભાગમાં બહુ જોરદાર હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org