________________
ધર્માધ્યક્ષ
66
પણ સરકાર, એ ડાકણ હજુ જે નાત્રદામમાં ભરાઈ
66
હોય, તેા આશ્રય-ધામ હાવા છતાં, મંદિરમાંથી મારે તેને પકડવી?” આાય-ધામ? ખરી વાત; અને છતાં તે ડાકણને ફાંસીએ તે ચડાવવી જ જોઈએ. કંઈ નહિ; માતાજી આપણને ક્ષમા કરશે કારણ કે ડાકણ જેવી ડાકણ તેમના આશરામાં પેસે, તા તેને તે ખેંચી કાઢવી જ જોઈએ ને ! પૂર્વે ઘણા રાજાઓએ ઈશ્વરની કીતિ અર્થે અને રાજયની જરૂરિયાત અર્થે મંદિરોની મર્યાદાનું ઉલ્લંઘન કર્યુ છે. જેમ કે ઈંગ્લેંડના બિશપ સેંટ ઘૂએ રાજા એડવર્ડને દેવળમાં જ એક જાદુગરને ફાંસીએ ચડાવવા દીધો હતે; મારા ગુરુ સેંટ લૂઈએ એવા જ હેતુથી માઁ શ્યાર સેન્ટ પૉલના મંદિરની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, તેમ જ જેરુસાલેમના રાજા મૉન્શ્યોર આલ્ફોન્ઝે ત્યાંના પવિત્ર મંદિરની મર્યાદાનું. અને હું તે આવું ઉલ્લંઘન ફરી કદાપિ નહિ કરું, તથા આ ઉલ્લંઘનના પ્રાયશ્ચિત્ત તરીકે ચાંદીની એક સુંદર મૂર્તિ માતાજીને ભેટ ચડાવીશ.”
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org