________________
ધર્માધ્યક્ષ મળે એવો હુકમ કાઢયો, '૭૪ માં અમારા અમીરોને નાખુશ કરીને તેને હજાર રંગની અને મોરના પીંછા જેવી રાજ-મુદ્રા ધારણ કરવાનો હક આપ્યો અને છતાં હજુ તું ધરાયો નથી ?”
ઠીક, રાજાજી આજે ખરેખર બીમાર છે, એમ જ માનવું જોઈએ. તે બધું પેલી જળોને આપી દેવા માગે છે, બીજા કોઈને કશું નહિ!” રાજાજીને હજામ કડવાશ સાથે બોલી ઊઠ્યો.
રાજાજી પણ આજે પેલા હુમલાખોરોના બંડના સમાચારથી ખુશમિજાજમાં આવી ગયા હતા, એટલે તે હસતાં હસતાં બોલ્યા, “બહુ સીધો હિસાબ છે; વૈદ્યના હાથમાં મારું આખું શરીર છે; તારા હાથમાં માત્ર મારી દાઢી છે. છતાં રાજા શિલપેરિકની પેઠે મને મારી લાંબી દાઢી એક હાથમાં પકડીને જ વાત કરવાની ટેવ હોત, તો તારો કશે જ ખપ મને ન પડત; અને ત્યારે તારા હોદાનું શું થાત? માટે જા, વધુ વાત કરવી છોડી, તારાં એજાર લઈ આવ, અને મારી દાઢી બનાવવાનું શરૂ કર.”
ઓલિવિયર હજામતનાં સાધન લેવા બહાર ચાલ્યો ગયો.
દરમ્યાન રાજાએ બારી પાસે જઈ, બંડખોરોના હલ્લા તરફની દિશામાં આગ સળગી હોવા જેવો દેખાવ જોઈ, પેલા ફલૅમિશ રાજપ્રતિનિધિઓને ખાતરી કરવા બોલાવ્યા અને જણાવ્યું, “જાઓ કોટવાળ સાહેબના ઘરને આગ લગાડી હોય એમ લાગે છે ને?”
પણ આ ક્ષણે જ ઓલિવિયર ગાભર ગાભરી પાછો દો આવ્યો.
સરકાર, મને ક્ષમા કરો, હું બહુ ભયંકર સમાચાર લઈને પાછો આવ્યો છું.”
“આ બધું શું છે?” રાજાએ ઘૂરકીને કહ્યું.
સરકાર, કોટવાળ સામે નહિ, પણ આપની સામે બળવો થયો છે! એક ડાકણને પાર્લમેન્ટની આપની અદાલતે દેહાંતદંડની સજા કરી છે. પણ તેણે નોત્રદામમાં પેસી જઈ આશરો લીધો છે. લોકો હવે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org