________________
ધર્માધ્યક્ષ
બંને દંપતીએ ભેગાં જ એક ભવ્ય સેાનેરી મત્સ્ય-મૂર્તિ પકડી હતી; અને દુનિયાની સૌથી સુંદર સ્ત્રીને એ મૂર્તિ બક્ષિસ આપવાની હતી. તેથી તે આખી દુનિયામાં સૌથી સુંદર સ્ત્રી નક્કી કરવા માટે મુસાફરીએ નીકળ્યાં હતાં. તેઓએ મુસાફરી દરમ્યાન ગેાલકોંડાની રાણીને નપાસ કરી હતી, વેબિઝાંડની રાજકુંવરીને પણ નપાસ કરી હતી, તાર્નર-ખાનની પુત્રીને પણ નપાસ કરી હતી અને બીજી પણ કેટલીય સુંદરીઓને. હવે તેઓએ થાક ખાવા થોડી વાર મુસાફરી બંધ રાખી હતી, અને દરમ્યાન તે અનેક સુભાષિત અને સુવાકયા બાલ્યે જતાં હતાં.
४
બધું બહુ મજાનું હતું; તથા સારી રીતે ગેાઠવવામાં આવ્યું હતું. છતાં આખા સમુદાયમાં જો ધ્યાનપૂર્વક કોઈ એ બધું સાંભળતું હોય તથા નિહાળતું હાય, તે તે એક જ જણ : એ નાટકના લેખક પાયેરી ઝિંગાર પાતે! નાટકની શરૂઆત જનસમુદાયે જે આનંદના ગડગડાટથી વધાવી લીધી હતી, તેના આનંદમાં મસ્ત થઈ, નટાની કામગીરી તે લગભગ સમાધિસ્થ થઈને સાંભળી તથા નિહાળી રહ્યો હતે. તેવામાં અચાનક તેની સમાધિ તૂટી.
એક ચીંથરેહાલ ભિખારી ભીંડમાં અટવાઈ જઈને, સૌની નજરે પડાય એવા કોઈ ઊંચા સ્થળની શેાધ કરતાં કરતાં ફલૅમિશ પ્રતિનિધિઓ માટે ખાસ અનામત રખાયેલા પ્લૅટફૉર્મના કઠેરા બહારની કિનારી ઉપર બેસી ગયા હતા. તે હવે પોતાનાં ચીંથરાં તથા જમણા હાથ ઉપરનું ચીતરી ચડે તેવું ઘારું સૌને દયા આવે એવી રીતે દેખાડીને મેટેથી ભીખ માગવા લાગ્યા !
થાંભલા ઉપર ચડીને બેઠેલા જાન ફ઼ૉલાનું લક્ષ તે ભિખારી ઉપર તરત જ ગયું, અને નાટક તથા પ્રેક્ષકોને ડખલ થાય એની પરવા કર્યા વિના તરત જ તે મેટેથી બોલી ઊઠ્યો, “ અલ્યા ખરા ! પેલે ભીખ માગવા કાં ચડીને બેઠો છે? શાબાશ !”
..
જુઓ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org