________________
પૅરીસના ભૂખ-મહાત્સવ
સમક્ષ આજે અમે લોકો એક સુંદર ધર્મનાટ્ય રજૂ કરવાના છીએ
.
‘મૅરી માતાના ફેંસલા’! તેમાં જુપિટરને પાર્ટ આ સેવકે પોતે લીધેલા છે. ધર્માવતાર કાર્ડિનલ અત્યારે મૉન્શ્યોર યૂક ઑફ ઑસ્ટ્રિયા તરફથી આવેલ પ્રતિનિધિમંડળ સાથે છે, અને એ પ્રતિનિધિમંડળ અત્યારે દરવાજા બહાર યુનિવર્સિટીના મૉન્શ્યોર રેકટરનું સંભાષણ સાંભળવા ભેલું છે. એટલે ધર્માવતાર કાર્ડિનલ આવી પહોંચશે કે તરત અમે અમારું નાટક શરૂ કરીશું.
""
કબૂલ કરી દેવું જોઈએ કે, આ વિચિત્ર વેશધારી દેવરાજ જુપિટરના આગમને જ આરસના ટેબલના ચાર ખૂણે ઊભેલા ચાર સારંટાનાં ગળાં સલામત રાખ્યાં. પરંતુ જ્યારે જુપિટરે જાહેર કર્યુ કે, કાર્ડિનલ આવશે ત્યાર પછી જ્ઞ ખેલ શરૂ થશે, ત્યારે અચાનક આખા સમુદાયે બૂમાબૂમ મચાવી મૂકી.
૧૧.
,,
“ એકદમ ખેલ શરૂ કરો ! એકદમ ખેલ શરૂ કરો ! જુપિટર મુર્દાબાદ ! કાર્ડિનલ મુર્દાબાદ ! એકદમ શરૂ કરો! ન માને તો એ બધા નટો અને કાર્ડિનલને પણ દોરડે ટિંગાવી દો, અલ્યા! જેહાંએ અને બારીઓમાં બેઠેલા રૉબિન પુસેપેાં વગેરે તેના બીજા ધાંધળિયા મિત્રોએ શેરબકોર મચાવી મૂકયો.
બિચારા જુપિટરના હાસ ઊડી ગયા. જો ટોળાની ફરમાયશ મુજબ તે ખેલ શરૂ કરી દે, તે કાર્ડિનલ જરૂર તેને ફાંસીએ ચડાવે. અને કાર્ડિનલથી ડરીને ટોળાની ફરમાયશને અવગણે, તે પણ તેના ગળાની આસપાસ દોરડું વીંટાય જ! ~ બંને રીતે આજે તેના ફેંસલા થઈ જવાને એ નક્કી.
પણ સદ્ભાગ્યે, બીજો એક જણ તે જ ઘડીએ તેના બચાવમાં દોડી આવ્યા.
Jain Education International
એ માણસ આરસના ટેબલની આસપાસના કઠેરાની અંદર જ એક થાંભલાને ટેકો દઈ ઊભા રહેલા હતા. તે પાતળા, ઊંચા, જુવાન
www.jainelibrary.org
For Private & Personal Use Only