________________
પેરીસને મૂખમોત્સવ “બધા આચાર્યો, પંડિત, શાસ્ત્રીઓ મુર્દાબાદ!” વિદ્યાર્થીઓ બરાડી ઊઠયા.
પ્રલયકાળ આવી રહ્યો છે! ” પેલે બૂકસેલર કાનમાં આંગળીઓ બેસી બોલી ઊઠ્યો.
તે જ ઘડીએ યુનિવર્સિટીના રેકટર વગેરે કર્મચારીઓ સરઘસ આકારે પેલા ફલેન્ડર્સના પ્રતિનિધિમંડળને સત્કારવા બહાર રસ્તા ઉપર થઈને પસાર થતા હતા.
તરત જ બારીએથી જોતા તથા આસપાસના બધા વિદ્યાર્થીઓ ગૂડ મૉનિગ, રેકટર!” એમ મશ્કરીના ભાવમાં પોકારી ઊઠ્યા. - “અલ્યા, આખી રાત જુગાર રમીને એ બેટો આટલો વહેલો “જાગી ઊઠ્યો શી રીતે ?”
હે મિ૦ રેકટર, કાલે રાતે કેટલા દાવ જીત્યા?” “ખચ્ચરના કાન પણ બેટાના કાન કરતાં ટૂંકા હોય !”
“અલ્યા, તું પાસે છે, મારો આ જોડો એના મોં ઉપર ફેંક જોઉં!”
દરમ્યાન, પેલે બુકસેલર પેલા ફર-ઇજારદારના કાનમાં મે. લઈ જઈને બોલ્યો, “ દુનિયાનો પ્રલય-કાળ જ આવ્યો છે ને! વિદ્યાર્થીઓનું આવું ગેરશિસ્ત શી રીતે સાંખી લેવાય? પણ આ બધી નવી નવી શોધો – તોપખાનું, બૉમ્બાર્ડ, અને ખાસ કરીને જર્મનીથી આવેલ. મહામારી જેવાં છાપખાનાંની આ બધી મોંકાણ છે. હવે હસ્તપ્રત વેચાતી બંધ થઈ ગઈ જાણો! ચોપડીઓને વેપાર પણ બંધ ! છાપખાનાંએ પુસ્તકોનો ધંધો ધૂળ મેળવી દીધો! ખરેખર દુનિયાને પ્રલયકાળ જ આવી રહ્યો છે !”
પેલાએ પણ તરત એ બાબતમાં સંમતિ આપીને જણાવ્યું, “જુઓને, હવે મખમલની ફેશન કેટલી બધી પ્રચારમાં આવતી જાય છે?
છાં-રૂવાંટીનું નામેય કોણ લે છે? એ બધી પ્રલયકાળની જ નિશાની છે, વળી; બીજું શું?”,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org