SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ “અલ્યો આ કર્યું ઘુવડ ઘૂઘવી ઊઠયું?” “હાં, હાં, એ તે યુનિવર્સિટીને પિથી-પુસ્તક વેચનારો બૂકસેલર છે!” “અલ્યા, બૂકસેલર, અમે તારાં પોથાં બાળી મૂકીશું!” અલ્યા, અમે તારી બૈયરનાં ચીંથરાં ફાડી નાખીશું!” હા, હા, મારી બેટી વિધવાની પેઠે ખરી ગલોલા જેવી અને તાજીમાજી થતી જાય છે!” “સેતાન તમને બધાને ભરખી જાય, દુત્તાઓ!” પેલો બૂકસેલર ગાજી ઊઠયો. પેલો થાંભલાની કાંગરી ઉપર બેઠેલો જેહાં બોલી ઊઠ્યો, “દીકરા, બાલતાં વિચાર કરજે, નહિ તો અહીંથી સીધો કૂદીને તારા ઢમઢોલ પેટ ઉપર જ પડીશ, તો તડાક દઈને ફૂટી જશે !” પેલાએ ગણતરી કરી જોઈ કે, એટલી ઊંચાઈથી કોઈ પોતાની ઉપર પડે, તે પોતાની શી વલે થાય! એટલે તે તરત ચૂપ થઈ ગયો. પેલો વિદ્યાર્થી હવે વિજેતાના ગૌરવ સાથે બોલ્યો, “જોજે ભ્રમમાં રહેતે; હું આર્ચ-ડીકનનો ૧ ભાઈ થાઉં છું, તે પણ તારી ઉપર કુદી પડીશ, એ નક્કી !” “અલ્યા, આપણે આજે એની ચોપડીઓની ચકલામાં હોળી કરે!” અલ્યા, યુનિવર્સિટીના રેકટરો, ઇલેકટર અને ઍટનનાં ટેબલો, દંડા, ઘૂંક-પેટીએ, પાટિયાં અને પટારાઓ પણ મહીં હોમજો ! જુઓને, “ટાઉન-વિભાગમાં “મે-પલ’ અને હોળી છે, “સિટી’-વિભાગમાં નાટક, મુર્ખાઓના પોપની ચૂંટણી તથા ફલૅન્ડર્સના પ્રતિનિધિઓનો સત્કાર છે; પણ આપણા “યુનિવર્સિટી'-વિભાગમાં આજના શુભ દિવસે કંઈ જ ગોવ્યું નથી!” ૧. બિશપના હાથ નીચે ધર્માધ્યક્ષ. એને ધર્માસન ઉપર બેસી હળવી સજા કરવાનો પણ અધિકાર હોય છે. ૨. (કાંસ વગેરેમાં) યુનિવર્સિટી કે કૉલેજને અધ્યક્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy