________________
પૅરીસને મૂખમહત્સવ સિસિલિના રાજાના કીનિયાએ સાત વાગ્યે ચેપલમાં કીર્તન ગાવાનું શરૂ કર્યું, ત્યારનો અહીં છું!”
માળા કીર્તનિયા પણ કેવા છે ! – તેમને અવાજ એમના પાઓની તીણી ટોચ કરતાં પણ વધુ તીણો છે. સેંટ જોનને આવી ભ્રષ્ટ રીતે ગવાતાં લૅટિન સ્તોત્રો ગમશે કે નહીં એ પૂછયા વિના જ રાજાએ એ કીર્તનની ગોઠવણ કરી લાગે છે.”
અરે, એ તો કીર્તનિયાઓને નેકરી આપવા ખાતર જ કીર્તનનું લફરું શરૂ કરાવવામાં આવ્યું છે. પૅરીસના બજારમાં વેચાતાં ખારા પાણીનાં માછલાંના પરવાનાની એક હજાર લિટ્ટની આવક એ ખાતે નાખવામાં આવી છે!”
ચૂપ રહો !” એક હૃષ્ટપુષ્ટ માણસ ત્રાડી ઊઠ્યો; “રાજા એ કીર્તન ન ગોઠવે તો શું કરે? તે ફરીથી માંદા પડે એમ?”
વાહ, વાહ! ભલી કહી ! રાજાનાં કપડાં માટે ફરનાં રૂંછાં વેચનાર ઇજારદાર એથી વધુ રૂડું બીજું શું બોલે ?”
“અરે ભાઈ, માત્ર ફર વેચનારો કેમ કહે છે? તેથી તે રાજજીના મહેલના પોલીસ-અમલદારના ભાઈ થાય, અને વિસનીનાં જંગલનાં લાકડાં સાચવનાર અધિકારીના સુપુત્ર થાય! બાપથી દીકરા સુધીના બધા જ પરણેલા છે એ વાત તે ન કહીએ, તે પણ!”
ચારે બાજુ ખડખડાટ હાસ્યનું મોજું ફરી વળ્યું. અને પેલા બિચારાને લોકોની નજરમાંથી કયાં છુપાઈ જવું તે શોધ્યું જડયું નહીં.
પણ એના જેવો એક બીજો માણસ મિજાજ કરીને બોલી ઊઠ્યો, “આ કેવી અશિષ્ટતા! કેવી અધોગતિ ! વિદ્યાર્થીઓ* એક નગરજનની આવી ઠેકડી કરે ? મારા જમાનામાં તો આમ કરનાર વિદ્યાર્થીને સટીથી ફટકારીને એ ભાગેલી સેટીઓ સાથે જ તેને બાળી મૂકે”
જ મધ્યયુગની યુનિવર્સિટીએ મુખ્યત્વે ધર્મ અને દર્શનશાસ્ત્રના પંડિતો અને શાસ્ત્રીઓ તૈયાર કરતી. અત્યારની પેઠે ભૌતિક શાસ્ત્રાની કેળવણુ મુખ્ય નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org