________________
ધર્માધ્યક્ષ પેલી બુટ્ટી થોડી વાર ચૂપ રહી, ધર્માધ્યક્ષ ટાઢાશથી તેના જોઈ રહ્યા.
“પણ એ બધીમાં હું એક જિપ્સી-છોકરીને ખૂબ ધિક્કારું છે તેના ઉપર નિરંતર મેં શાપ વરસાવ્યા કર્યા છે. શા કારણે, જાણો છે કારણકે, એની મા જો મારી લાડકીને ખાઈ ન ગઈ હોત, તો મા લાડકી પણ આજે પંદર વર્ષની બરાબર એ છોકરી જેવી જ – જેટલું જ થઈ હોત, એટલે એ જિપ્સી છોકરી જ્યારે જ્યારે મારી કો આગળ થઈને પસાર થાય છે, ત્યારે મારું લોહી ઊકળી ઊઠે છે.
“તો બહેન, રાજી થાઓ; કારણકે આજે તે છોકરીને જ ફાંસી ચડાવવાની છે.”
આટલું બોલતાંમાં તો ધર્માધ્યક્ષનું માથું તેની છાતી ઉપર પડ્યું, અને તે ત્યાંથી ધીમે પગલે ચાલતો થયો.
પેલી તપસ્વિની આનંદથી પોતાના બે પંજા એકઠા કરી અને ળવા લાગી.
“મેં પહેલેથી ભાળ્યું હતું ડાકણ, કે તું એક દિવસ કાંસી માંચડે જ ચડવાની છે; મારો અંતરનો શાપ તને હતો !”
અને જોસભેર એ પિતાની કોટડીમાં આંટા મારવા લાગી. આનંદ | તેનું હૃદય ફાટું ફાટું થઈ ગયું હતું – જાણે તેની કેટડીમાં સમાવું ન હતું!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org