________________
બધી જ આશાએ પાછળ મૂકીને- ૨૧૭ ગયું હતું. અરે, હું ચોપડી લઈને બેસતો, તે વખતે ક્યાંથી આવીને તું જ વચ્ચે ખડી થઈ જતી!
તારી એ છાયાને હું મારી નજર સમક્ષથી દૂર કરી શકતો નહીં. છેવટે ત્રાસી-કંટાળીને, મેં તને ફરીથી નજરે જોવા મરજી કરી. તું કોણ છે, એની મારે ખાતરી કરવી હતી; કારણકે, મારા અંતરમાં મેં સ્થાપેલી તારી મૂર્તિ જેવી જ તું જો નિર્મળ-પવિત્ર ન નીકળે, તો મારા અંતરમાંથી તારી મૂર્તિને કદાચ સહેલાઈથી ભૂંસી નાખી શકાય, એમ હું માનતો હતો.
“મેં તને ફરી વાર જોઈ: પણ આ શું? મને તો ઊલટું હજાર હજાર વખત તને જોવાનું મન થઈ આવ્યું – તને હંમેશ જોયા કરવાનું જ ! હવે તે એ અધોગતિના ઢાળમાં સરકતી મારી જાતને રોકવી મારે માટે અશકય જ થઈ ગયું. હું પણ છેવટે તારી પેઠે ભટકેલ બની ગયો :
જ્યાં જ્યાં તું નાચે ત્યાં ત્યાં હાજર રહેવા તારી પાછળ હું ભટકવા લાગ્યો. અને દરેક વખતે તેને જોઈને હું વધુ ને વધુ મેહમુગ્ધ – હતાશ થવા લાગ્યો.
દરમ્યાન મારા જાણવામાં આવ્યું કે, તું જિપ્સી છે – મેલી વિદ્યા સાધનારાઓની જાતની! મને થયું કે, મેલી વિદ્યા જાણનારી ડાકણ તરીકે તારા ઉપર કામ ચલાવી તને મારી નંખાવું, તો મારા દરદનો ઉપાય થઈ જાય; આસ્તીના બૂનાને એ રીતે મૂઢ બનાવનારી જાદુગરણીને લાળી નાખવામાં આવતાં જ તે સાજો થઈ ગયો હતો. પહેલાં તો મેં hત્રદામ મંદિર સામેના ચેકમાં તું ન નાચવા આવે એવું તને કહેવરાવવા પ્રયત્ન કર્યો. પણ તે માન્યું નહિ. તું તે ચાલુ એ ચોક્માં Vાચવા આવવા જ લાગી. પછી તારું અપહરણ કરવાનો મને વિચાર સાવ્યો. અમે બે જણ તારી પાછળ પડયા; અને તને અમે પકડી મિસ ખરી; પરંતુ તે વખતે એક કમબખ્ત અફસર અમારી ઉપર ધસી મળે, અને તેને છોડાવી ગયો. આમ તારા, મારા અને તેના એમ
જણાના કમનસીબની શરૂઆત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org