________________
૨૧૬
ધર્માધ્યક્ષ હનું તે હું નકકી ન કરી શકયો. પણ એવામાં મારી નજર તારી પાસેના બકરા ઉપર પડી. એ ડાકણોનું માનીતું પ્રાણી કહેવાય છે, અને તે મારી પ્રત્યે હસવું હોય એવી નજરે જાણે જોતું હતું. તરત જ હું સમજી ગયો કે, આ તો સેતાનની જાળ છે, અને તને નરકમાંથી મારી અધોગતિ માટે જ મોકલવામાં આવી છે. મને એ બાબતમાં શંકા રહી નહી.”
પાદરીએ આટલું કહી પેલી બંદિનીના મોં સામે નજર કરી, અને ટાઢાશ સાથે ઉમેર્યું–
“અને હજુ પણ હું એમ જ માનું છું. પરંતુ તારો જાદુ મારા મગજમાં તારા નૃત્ય સાથે ધીમે ધીમે વ્યાપતો ગયો. મારા અંતરમાં જે બધું જાગ્રત-સાવધાન રહેવું જોઈએ, તે તારી મોહિનીમાં આવી જઈ ઘેનમાં પડી ગયું. પછી તો અચાનક તે ગાવાનું શરૂ કર્યું. અને એ ગાન તારા નૃત્ય કરતાંય વધુ મેહક – વધુ ઘેનમાં નાખી દેનારું હતું. હું પગમાં ખીલા માર્યા હોય તેમ ત્યાં ને ત્યાં સ્થિર થઈને ઊભો રહ્યો. મારા પગ બરફ જેવા ઠંડા બની ગયા હતા, પણ મારું મગજ ચરુની પેઠે ઊકળી રહ્યું હતું. પણ એટલામાં જાણે મારા ઉપર દયા કરીને તે તારુ સંગીત બંધ કર્યું અને તું ચાલતી થઈ. ત્યાર પછી હું કયારે બારીના ખૂણા ઉપર પથ્થરની મૂર્તિની પેઠે જડ- અસહાય થઈને ગબડી પડયો, તેની કશી ખબર મને ન રહી. છેવટે જયારે રાત્રી-પૂજાને ઘેટ વાગ્યો, ત્યારે જ હું ભાનમાં આવ્યો. હું ત્યાંથી ઊઠીને ભાગ્યો પરંતુ હાય! મારા અંતરમાં કશુંક હંમેશને માટે એવું તૂટી પડ્યું હતું કે જે ફરીથી ઊભું થઈ શકે તેમ ન હતું; તથા કશુંક મને એવું વળગ્યું હતું, જેની ચુંગલમાંથી છૂટો થઈ હું ભાગી શકું તેમ નહોતું.”
પાદરી થોડુંક થોભીને બોલવા લાગ્યો –
“હા, તે દિવસથી માંડીને હું એક જુદો જ માણસ બની રહ્યો છું. મેં કેટલાય ઉપાયો અજમાવ્યા: વ્રત, તપ, ઉપવાસ! પરંતુ એકે ઉપાય કારગત ન નીવડયો – મારું માથું કંઈક વિચિત્ર વરાળથી ભરાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org