________________
બધી જ આશાએ પાછળ મૂકીને- ૨૧૫ અને એ વખતે પાદરીના કંઠમાંથી દુ:ખને એક એવો ઊંડો નિસાસો નીકળ્યો કે, તેની વાણી છેક જ રૂંધાઈ ગઈ અને સમરાદા પણ એ જોઈ ચોંકી ઊઠી.
પછી થોડી કોશિશ કરીને સ્વસ્થ થઈ, પાદરીએ આગળ બોલવા માંડ્યું –
એક દિવસ મારા હાથમાંની ચોપડીમાંથી કંઈક વાંચતા વાંચતા હું મારી કોટડીની બારીએ ઉભો હતો, એવામાં મેં મંદિર સામેના ચોકમાંથી આવતો તંબૂરી અને સંગીતનો અવાજ સાંભળ્યો મારા અભ્યાસચિંતનમાં આવી ડખલ થવાથી હું ચિડાઈ ગયો અને મેં તે તરફ નજર કરી, તે મેં શું જોયું? મેં એક એવી સુંદર છોકરીને સૂર્યના પ્રકાશમાં આનંદથી નૃત્ય કરતી જોઈ કે, ઈશ્વરે પણ ઈશુ તરીકે જન્મ લીધો તે પહેલાં તેને જોઈ હોત, તો જન્મ લેવા માટે તેમણે કુંવારિકા મૅરા માતા કરતાં તેને જ પસંદ કરી હોત ! તેની આંખ કાળી તથા તેજસ્વી હતી; તેના કાળા વાળમાં કેટલાંક જુલફાં સૂર્યના પ્રકાશમાં જાણે સોનાના તાર ચમકતા હોય તેમ ચમકતાં હતાં, તેના પગ જોરથી ફરતા પૈડાના આરા હોય તેવા ઝડપથી ફરતા હતા, અને તેના માથાની આસપાસ ધાતુનાં બાંધેલાં ચકતાં સૂર્યના પ્રકાશમાં, તેના લમણાની આજુબાજુ તારાઓનો મુગટ પહેર્યો હોય એવો આભાસ ઊભો કરતાં હતાં. અરેરે! જુવાન છોકરી, તે હું હતી! ચકિત થઈ, મુગ્ધ થઈ, હું તારા તરફ જોતો જ રહ્યો. હું એટલી બધી વાર સુધી તારા તરફ જોઈ રહ્યો કે, છેવટે હું જ ભયભસ્ત થઈને ચોંકી ઊઠયો– જાણે નસીબે મારા ઉપર કઠોરતાથી પોતાને પંજો ઠપકારી દીધો હતો.
પાદરી પાછો લાગણીના આવેશથી રૂંધાઈ, બોલતાં થોભી ગયો. પછી થોડી વારે તે આગળ કહેવા લાગ્યો
હું મેહમુગ્ધ થઈ જઈ, મહાપરાણે કશાકનો ટેકો લઈ નીચે ગબડી પડતે અટકી શકયો. એ યુવતીનું સૌંદર્ય માનુષી ન હતું. તેને સ્વર્ગીય જ કહેવું પડે કે પછી સેતાની યા નારકી. એ બેમાંથી એ કઈ જાતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org