________________
"ધર્માધ્યક્ષ “મને પછી એવો વિચાર આવ્યો કોઈ પણ રીતે તને સ કરાવરાવી, મારા હાથમાં લેવી. કારણકે, કેદખાનામાં તું પુરાઈ હોર ત્યારે તું મારી જકડમાં જ હોય – અને તું મારા હાથમાંથી દૂર ભાગ ન શકે. તેં મને બહુ લાંબા વખત સુધી તારી જકડમાં રાખ્યો છે; એટલે હવે તને મારી જકડમાં લેવાને મને અધિકાર પ્રાપ્ત થયો કહેવાય
“એટલે મેં જ તારા ઉપર આરોપ મૂકવા શરૂ કર્યા. અલબત્ત, મારા મનમાં કશું નક્કી ન હતું, અને અવારનવાર મને હું જે કરતો હતા તેમાંથી પાછા ફરવાનું મન થઈ આવતું. પણ હું એમ માનતો હતો કે, જ્યારે મારે મારા એ પગલામાંથી પાછા ફરવું હશે, ત્યારે હું સહેલાઈથી પાછો ફરી શકીશ. પરંતુ દરેક દુષ્ટ વિચાર છેવટે દુષ્ટ કૃત્ય તરફ અચૂક લઈ જ જાય છે – અને તેમાંથી પીછેહઠ કરવી એ મુશ્કેલ બનતું જાય છે – એ વસ્તુનો તે વખતે મને સ્પષ્ટ ખ્યાલ નહોતો.
એક દિવસ સૂર્ય પ્રકાશતો હતો અને મેં એક માણસને તારું નામ દેતો તથા હસતો હસતો તારી વાત કરતો જતો જોયો. તરત જ મેં તેનો પીછો પકડયો. અને પછી શું બન્યું તે તું જાણે છે.”
આટલું કહી પેલો થેભ્યો, એટલે પછી પેલી છોકરી એક જ શબ્દ બોલી: “હાયરે, મારા ફેબસ!” " એકદમ પેલા પાદરીએ તેનું કાંડું જોરથી પકડ્યું અને કહ્યું, “એ નામ કદી મારા સાંભળતાં મોંએ ન લાવીશ. એ નામે જ આપણી બરબાદી સાધી છે. તને અહીં બહુ દુ:ખ-કષ્ટ થાય છે, ખરું? અહી બધું ટાઢું ટાઢું છે, અંધારું છે, તથા સાંકડું સાંકડું છે; – પર હજુ પેલો જે નાદાન બદમાશ તારા પ્રેમભર્યા હૃદય સાથે ખેલ ખેલતો હતે તેના પ્રત્યેના તારા બાલિશ પ્રેમના પ્રકાશની થોડી હૂંફ પણ તને છે; પરંતુ હું તે મારા અંધાર-ઘેરા અંતરમાં કેવળ શિયાળ, કેવળ હિ અને કેવળ હતાશાને ભાર ભરીને જ ફર્યા કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org