________________
બધી જ આશાએ પાછળ મૂકીને- ૨૧૧ અને બે માણસના કેડ નીચેના ભાગો તેને દેખાયા. બારણું નીયું હોવાથી બહાર ઊભેલા માણસોનાં માથાં દેખાય તેમ નહોતું. એ ફાનસનો પ્રકાશ તેની આંખમાં એટલો બધો વાગો કે, તેણે આંખો જ મીંચી દીધી.
થોડી વાર પછી તેણે આંખે ઉઘાડી, તો બારણું બંધ થઈ ગયું હતું; ફાનસ દાદરના એક પગથિયા ઉપર મૂકેલું હતું અને એક માણસ તેની સામે ઊભો હતે. કાળા જન્માથી તેનું આખું શરીર ઢંકાયેલું હતું, અને સાધુઓ પહેરે છે તેવી કાન-ટોપીથી તેનું મોં પણ.
ઍસમરાદાએ પૂછયું – “તમે કોણ છો?” “એક પાદરી.” ઍસમરાદા એના અવાજથી ચેંકી ઊઠી. “તું મૃત્યુ માટે તૈયાર છે?” “હા, હા. પણ હજુ કેટલી વાર છે?” “કાલે જ બધું પતી જશે.”
એ તો બહુ મોડું કહેવાય; એ લોકો શા માટે આટલી વાર લગાડે છે?”
“તો શું તને બહુ દુ:ખ થાય છે?” “અહીં ટાઢું બહુ લાગે છે”
પેલા પાદરીએ આખા કૂવામાં ચોતરફ નજર કરી : “નહીં અજવાળું નહીં આગ! અને આ નિરંતર ટપકયા કરતું પાણી! ખરે જ બહુ ભયંકર પરિસ્થિતિ કહેવાય.”
“અને ઉપરાંતમાં દિવસને ચાળી નાખી, મને એકલી રાત જ તેઓ આપી રહ્યા છે, શા માટે તેઓ એમ કરે છે?”
“તું જાણે છે, અહીં તને શા માટે નાખવામાં આવી છે?”
“હા, પહેાં ખબર હતી; હવે મને ખબર નથી રહી.” કંઈક યાદ કરી જોવા ભમર ઉપર પોતાની પાતળી આંગળી ફેરવતાં તે બોલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org