________________
૨૧૨
ધર્માધ્યક્ષ અચાનક તે નાના બાળકની પેઠે રડી ઊઠી – “મારે અહીં. નથી રહેવું – મને ટાઢ વાથ છેમને બીક લાગે છે – અને જીવડાં મારી શરીર ઉપર ચડી જાય છે.”
તે ચાલ, મારી પાછળ પાછળ આવ.” એમ કહી, પેલા પાદરીએ તેનો હાથ પકડ્યો.
પેલી છોકરી ટાઢથી છેક જ ટૂંઠવાઈ ગઈ હતી છતાં તેને પાદરી નો હાથ બરફ જેવો ઠંડો લાગ્યો.
અરે, આ તો મોતનો ઠંડો હાથ છે; તમે કોણ છે!”
પેલા પાદરીએ તરત પોતાનું માથા ઉપરનું ઢાંકણ પાછળ સરકાવી દીધું. પેલી છોકરી તરત તેનું મોં ઓળખી ગઈ – લા ફલોદેલને ત્યાં કોબસના માથા ઉપર કરાર ઉગામતો જેને જોયો હતો તે જ જભ્ભાધારીનું એ મોં હતું.
આ માણસનો ઓળો જ તેને અત્યાર સુધી એક કમનસીબમાંથી બીજા કમનસીબમાં ધકેલતો આવ્યો હતો – અને છેવટે પોતાના આ કરૂણ મૃત્યુદંડનું પણ કારણ બન્યો હતો. ફોબસનું ખૂન અને કર્યું હતું અને એ ખૂન બદલ તેને આ સજા વેઠવાની થઈ હતી!
તેના આખા શરીરમાં થઈને એ માણસ પ્રત્યે ધૃણાની – નફરતની એક જોરદાર લાગણી પસાર થઈ ગઈ. - પેલો પાદરી તેના પ્રત્યે શકરા-બાજની તીણી નજરે જોઈ રહ્યો હતે.
પેલી છોકરી છેવટે ધીમે અવાજે ગણગણી – “બસ તો હવે છેલ્લો ઘા કરી નાખે – જેથી બધું પૂરું થાય !” એમ કહી તેણે ભય ત્રાસમાં પોતાનું માથું બે ખભા વચ્ચે દબાવી દીધું અને ઘેટાની પેઠે કસાઈની છરીનો ઘા થાય તેની રાહ એ જોઈ રહી.
“તું મારા પ્રત્યે આમ ભયભીત થઈને કેમ જુએ છે, વારુ?” પેલીએ કંઈ જવાબ ન આપ્યો. તું મારાથી ડરે છે?” પેલાએ ફરી પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org