________________
ધર્માધ્યક્ષ ધર્મ-અદાલતવાળા જાક મહાશયે છેવટના તેને પૂછ્યું, “ તું હજુ ગુનો કબૂલ કરવા ના પાડે છે?”
મેં એ ગુનો કર્યો જ નથી!” પેલીએ ધીમે અવાજે જવાબ આપ્યો.
કેદીને રિબાવવા માટે પ્રથમ “બૂટ’ અજમાવવાનું ફરમાન થયું.
તરત જ પેલા બે મદદનીશોએ આવીને સમરાદાને પકડી અને પેલા ચામડાના દર નીચેની શેતરંજી ઉપર બેસાડી.
ડાકટર અને કબૂલાતનામું લખનાર કારકુન હવે સાબદા થઈ ગયા.
પેલાઓએ હવે ઍસમરાદાનો એક પગ ખુલ્લો કરી નાખ્યો અને લોખંડે જડેલાં બે પાટિયાં વચ્ચે તેને દબાવી દેવામાં આવ્યો. પેલી બિચારી એકદમ ત્રાસીને છળી પડી અને પેલા ધર્મ-અદાલતના જાક મહાશયના પગ આગળ હાથ લંબાવી બોલી ઊઠી – “દયા ! દયા !”
પરંતુ તેને પકડીને છત ઉપરથી લટકતી પેલી ચામડાની રસી સાથે બાંધી દેવામાં આવી.
પછી છેલી વાર તેને ગુનાની કબૂલાત કરવા કહેવામાં આવ્યું; અને તેણે આ વખતે પણ ખૂન પોતે કર્યું હોવાની ના જ પાડી, એટલે તરત પેલાં પાટિયાંના ક્રૂ ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું. પાટિયાં પગ ઉપર ભીડાતાં ગયાં તેની સાથે પેલી બિચારીએ આકાશ ચિરાઈ જાય એવી વેદનાની ભયંકર ચીસ પાડી.
જાક મહાશયે તેને પૂછ્યું –
બોલ, કબૂલ કરે છે?”
“હા, હા, હું કબૂલ કરું છું – બધું જ કબૂલ કરું ૬, દયા કરો! દયા કરો !”
પણ યાદ રાખજો કે, કબૂલાત કરવાથી પણ તારે મોતની સજા ' જ વેઠવાની છે, એ હું કેવળ માનવતાની દૃષ્ટિએ, તારા ઉપર દયા લાવીને કહી દઉં છું.” * “ભલે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org