________________
૧૫ ન્યાયને પ્રકાશ લાવ્યા
કેટલાંય પગથિયાં ચડીને અને ઊતરીને સૈનિકોથી ઘેરાયેલી અવસ્થામાં અસમરાદાને એક ભયંકર ઓરડામાં લઈ જવામાં આવી. આ ઓરડો એક ટાવરના ભોંયતળનો ઓરડો હતો. તેને એક બારી ન હતી, માત્ર ભારે વજનના લોખંડી દરવાજાવાળું એક નાનું પ્રવેશદ્વાર જ હતું.
એમાં પ્રકાશ આવે તેવી કોઈ જોગવાઈ જ ન હતી; પરંતુ, ખૂણામાં ભેંત આગળ ભઠ્ઠી ભડ ભડ સળગાવવામાં આવી હોવાથી ઝાંખો લાલ પ્રકાશ આખા કમરામાં વ્યાપેલો હતો. એ પ્રકાશમાં કેદીએ. જોયું કે રિબામણ માટેનાં ગભરાવી મૂકે એવાં સાધનો ચારે તરફ ખડાં. કરવામાં આવેવાં હતાં :
કમરાની વચ્ચે છત ઉપર કોતરેલા રાક્ષસના ઉઘાડા માંના દાંત. વચ્ચે પરોવેલી એક ચામડાની મજબૂત રસી નીચે સુધી લટકતી હતી. ભઠ્ઠીમાં કેટલાય ચીપિયા, સાંડસીઓ અને અણીદાર હળપૂણી જેવાં લોઢાં તપાવવા મૂકેલાં હતાં.
કસીમૉદોને ફટકાવનાર પેલે વિકરાળ રિબામણ-અધિકારી એક બાજુ ખાટલા ઉપર બેઠો હતો. તેના બે મદદનીશ ભઠ્ઠીમાં મૂકેલાં પેલાં લોઢાંને ફેરવી-રાંકરી રહ્યા હતા, જેથી તે સળંગ લાલચોળ બને.
બિચારી સમરાહદાની બધી હિંમત આ ભયંકર દેખાવ જોઈને ઓસરી ગઈ.
૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org