________________
પૅરીસના મૂખ“મહાત્સવ
શિલામાંથી બનાવેલી એ ટેબલની છાટ એટલી બધી લાંબી-પહેાળી-જાડી હતી કે, દુનિયાભરમાં તેની સરખામણી કરે એવી બીજી છાટ નથી, એમ કહેવાતું. હૉલને બીજે ખૂણે એક નાનું દેવ-મંદિર ‘ચેપલ’ હતું – જ્યાં રાજા લૂઈ-૧૧ માએ મૅરી માતા આગળ ઘૂંટણિયે પડેલી પાતાની આકૃતિ મુકાવી હતી. એ દેવ-મંદિર છએક વર્ષ પૂર્વે જ બનાવવામાં આવ્યું હતું. હૉલની વચમાં, મુખ્ય દરવાજાની સામે એક પ્લૅટફૉર્મ આંતરી લેવામાં આવ્યું હતું, જ્યાં પેલા ફ્લૅન્ડર્સવાળા પ્રતિનિધિઓ અને તેમના સત્કાર કરનારા રાજ-પ્રતિનિધિએ બેસવાના હતા.
પેલા આરસના ટેબલ ઉપર વહેલી સવારથી નાટક અંગેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી. એ ટેબલ ઉપર લાકડાનાં પીઢિયાંનું એક પાંજરું ઊભું કરવામાં આવ્યું હતું — જેની છત ઉપર નાટક ભજવાવાનું હતું. હૉલમાં બેઠેલા કે ઊભેલા હરકોઈની નજરે એ ઊંચાઈએ ભજવાતું નાટક પડે એવી ધારણા હતી.
.
નીચે પાંજરાની આસપાસ સુંદર પડદા વીંટી દેવામાં આવ્યા હતા; તેથી સ્ટેજની નીચે અભિનેતા માટે વેશ-ભૂષા માટેના અલગ કમરો તૈયાર થઈ ગયા હતે. એ કમરામાંથી ઉપરના સ્ટેજ ઉપર ખુલ્લી નિસરણીએ ચડીને જ જવાનું હતું. નાટકમાં અચાનક થતા કોઈ પણ પ્રવેશ કે અચાનક બનતી દેખાડવાની કોઈ પણ ઘટના એ ખુલ્લી નિસરણી દ્વારા ચડ-ઊતર કરીને જ થઈÁકે !
આરસના ટેબલને ચાર ખૂણે ચાર સારજંટા વ્યવસ્થા જાળવવા ઊભા
રહ્યા હતા.
નાટક બપારે બાર વાગ્યે શરૂ થવાનું હતું. ફ ્લૅન્ડર્સના રાજ-પ્રતિનિધિઓની સગવડ વિચારી એ સમય નક્કી કરવામાં આવ્યા હતા.
લોકો તે આગલી રાતથી ત્યાં જમા થવા લાગ્યા હતા. હૉલના દરવાજો પણ ઊઘડે તે પહેલાં કેટલાય જગુ પગથિયાં ઉપર જ ટાઢમાં ઠૂંઠવાતા ગાઠવાઈ ગયા હતા - જેથી વહેલા અંદર પેસી, આગળની સારી જગા મેળવી શકાય
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org