________________
ધર્માધ્યક્ષ પૅલેસ ઑફ જસ્ટિસ તરફ જતા બધા રસ્તાઓ અને ગલીઓમાં ખાસ કરીને લોકોની ભીડ હકડાઠઠ જામી હતી. કારણ કે, બે દિવસ અગાઉ ફ્રાન્સના “ડૉફિન”(પાટવી કુંવર) સાથે ફલૅન્ડર્સની* રાજકુમારી માર્ગરેટના લગ્નનું નક્કી કરવા મોકલવામાં આવેલ ફૂલૅમિશ પ્રતિનિધિઓ એ નાટક જોવા હાજર રહેવાના હતા તથા નાટક બાદ એ જ હોલમાં થનારી મૂર્ખાઓના “પોપટની ચૂંટણીમાં પણ હાજર રહેવાના હતા.
દુનિયામાં મોટામાં મોટા ગણાતા એ હૉલમાં, પરંતુ, તે દિવસે જગા મેળવવી અશક્ય થઈ ગયું હતું. એ હૉલની બારીઓએથી બહાર ડોકિયું કરનારને આંગણામાં ચારે બાજુ માનવ મહેરામણ જ હિલોળે ચડેલો નજરે પડે. ચારે તરફથી પાંચ કે છ શેરીએ ભરી ભરીને માણસે ત્યાં ઠલવાયે જ જતાં હતાં. તેમના હોકારા–બખાળા, તેમનાં ખડખડાટ હાસ્ય, અને એકબીજાના પગ ઉપર પગ દબાતાં પડાતી ચીસો અને અપાતી ધમકીઓ વગેરેથી આંગણા ઉપરનું આકાશ પણ જાણે રજેરજ ભરાઈ ગયું હતું. તેમાં વળી ઘોડેસવાર સૈનિકો અને સારો વ્યવસ્થા સ્થાપવા ધસારો કરે, ત્યારે જે ખળભળાટ અને ખદબદાટ મચે તે જુદો.
એ હૉલની આસપાસનાં મકાનની બારીએ, બારણાં અને અગાશીએ પણ હકડેઠઠ ભરાયેલી હતી. પોતાનાથી જ્યાં પહોંચી શકાય નહીં, તે મકાનની ભીતિ તરફ જોઈ રહેવા માને કે તે જોવા ઊમટેલા લોકોને જોઈને જ ઘણાને તૃપ્તિ થઈ જાય છે.
એ જંગી હૉલની ભવ્યતા અને વિશાળતાનું વર્ણન કરવું નકામું છે. જુદા જુદા ઐતિહાસિક કાળોએ તેમાં જુદી જુદી સજાવટો ઉમેરાઈ હતી. એ હોલને એક ખૂણે આરસપહાણનું વિખ્યાત ટેબલ હતું. એક જ
જ ફલેન્ડર્સ એટલે અત્યારે બેલિજયમ અને ફ્રાન્સમાં વહેચાયેલે પ્રદેશ, ઘેન્ટ તેની રાજધાની. માર્ગરેટને પિતા ઑસ્ટ્રિયાને ( ડચક અને પછી શહેનશાહ) મૅકિઝમિલાન હતો; એટલે તે ઑસ્ટ્રિયાની રાજકુંવરી જ કહેવાય; પરંતુ તેની મા મૅરી ઓફ બગડી પિતાના પિતા ચાર્લ્સને લેંડર્સને માટે વારસે લાવેલી હોવાથી, માર્ગરેટ પણ ફ્લેડર્સન તરીકે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org