________________
પૅરીસનો મૂર્ખ-મહોત્સવ
2. સ. ૧૪૮૨ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે સવારે પૅરીસના “સીટી, “યુનિવર્સિટી', અને “ટાઉન’ એ ત્રણે જિલ્લાના બધા દાંટ એકસામટા વાગવા લાગ્યા અને પૅરીસના ભલા લોકો સ્ટ જાગી ઊઠયા.
આજે બેવડો તહેવાર હોં : ધર્મ-મહોત્સવ અને મૂર્ખ-મહોત્સવ. એ નિમિત્તે ગ્લાસ દ ગ્રેવે આગળ હોળી પ્રગટાવવાની હતી, બ્રાક ચેપલ આગળ “મે-પોલર ઊભું કરવાનો હતો, અને પૅલેસ ઑફ જસ્ટિસમાં ધર્મ-નાટક ભજવાવાનું હતું. આગલા દિવસે બધાં જાહેર સ્થાનમાં રણશિંગાં ફૂંકીને આ અંગે ઢંઢેરો પિટાવવામાં આવ્યો હતો.
એટલે વહેલી સવારથી જ લોકો ઘરો અને દુકાનો બંધ કરીને ટોળાંબંધ એ ત્રણે જગાઓમાંથી પોતાને ગમતા સ્થાન તરફ ધસારો કરવા લાગ્યા. અલબત્ત, પૅરીસના વતનીઓને ન્યાય કરવા ખાતર એટલું કહી દેવું જોઈએ કે, સ્ત્રી-પુરુષોને સૌથી મોટો સમુદાય કાં તે હોળીની જગાએ એટલે કે ગ્લાસ દ ગ્રેવે તરફ જતો હતો, યા તો જ્યાં ધર્મ-નાટક થવાનું હતું તે પૅલેસ ઑફ જસ્ટિસ તરફ જતો હતો.
૧. ચર્ચા કરતાં નાનું એવું પૂજા-સ્થાન. ૨. એક દંડ રેપી તેની આસપાસ નૃત્ય કરવામાં આવે છે. ૩. “મિસ્ટરી” – મુખ્યત્વે ઈશુખ્રિસ્તના જીવનપ્રસંગને લગતું નાટક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org