________________
ધમો યક્ષ
ટોળું હર ક્ષણે વધતું જ જતું હતું. ખૂણો-ખાંચે, બારીની પાતળી પટ્ટીઓ – જ્યાં કંઈ બેસવાની કે ગોઠવાવાની સહેજ પણ જગા મળે, તે બધી જગાએ રોકાઈ ગઈ હતી. અને જેમ જેમ વખત જતો ગયો, તેમ તેમ વૃંદાવાથી, પિલાવાથી, અકળાવાથી, કંટાળવાથી આખા ટોળાનો મિજાજ બગડતો જતો હતો. ચારે બાજુ હવે ફરિયાદો, ગાળાગાળી અને બૂમબરાડા જ સંભળાતાં હતાં. ફલૅન્ડર્સનું પ્રતિનિધિમંડળ, તેમને સત્કાર કરવાનું જેને સોંપવામાં આવ્યું હતું તે કાર્ડિનલ ઑફ બુ. આ મહેલનો ગવર્નર, રાજકુંવરી માર્ગરેટ, – જેના લગ્નનું ગોઠવવા માટે એ શિષ્ટ પ્રતિનિધિમંડળ આવ્યું હતું, સારજંટ, આબોહવા, પેરીસના બિશપ, મુર્ખાઓનો પોપ, એ હોલના થાંભલા, દરવાજો, બારીએ- વગેરે બધા વિશે લોકોના ટોળામાં ગમે તેવા કટાક્ષો અને ફરિયાદો થવા લાગ્યાં હતાં.
કેટલાક ટીખળીખોર લોકો, બારીને કાચ તોડી નાખી, બંને બાજુ પગ લબડતા રાખી ગોઠવાઈ ગયા હતા. તેઓ હૉલની અંદરની મજાકો હૉલની બહારના લોકોને સંભળાવતા હતા તથા બહારના લોકોની મજાકો અંદરના લોકોને સંભળાવતા હતા; અને એમ આખા બુમરાણમાં સારો સરખો વધારો કરી રહ્યા હતા.
એક થાંભલાની ટોચની કાંગરી ઉપર ગોઠવાયેલા એક ખુશનુમા સુંદર ચહેરાવાળા જુવાનિયાને સંબોધીને નીચેના ટોળામાંથી એક જુવાનિયો બેલ્યો
વાહ, બિરાદર ! જોન ફૉલો ઊર્ફે જેહાં દુ મુલિ, તું તે ખરે પવનચક્કીના પંખા પેઠે તારા ચાર હાથ-પગ હલાવતો ગોઠવાયો છે ને? કેટલા વખતથી તું ત્યાં ચોટયો છે, દોસ્ત?”
“અરે ભાઈ ચાર કલાકથી ! મારી પ્રાર્થના છે કે, જમરાજા કે અહીં ભગવેલી આ સજાને મારી નરકની સજામાંથી કાપી આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org